Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

બીલપુડીમાં રસ્તાના કામમાં ગેરરીતિ અંગે રાવ

બીલપુડીમાં રસ્તાના કામમાં ગેરરીતિ અંગે રાવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૫ ઃ તાલુકાના બીલપુડી ગામમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૫-૨૬ હેઠળ અંદાજિત રૂ. ૫ લાખના ખર્ચે મંજૂર થયેલા મુખ્ય રસ્તાથી ઉતારા ફળિયા સુધીના રસ્તાના કામમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે ગામના સામાજિક કાર્યકર પ્રમોદ ગાવીત સહિત ગ્રામજનોઍ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.  રજૂઆતમાં જણાવ્યા મુજબ સ્થળ પર મંજૂરી મુજબ રસ્તાનું સંપૂર્ણ કામ કરવામાં આવ્યું નથી અને માત્ર રસ્તાનું લેવલિંગ કરાયાનુ ગ્રામજનોનો આક્ષેપ સાથે કામ પૂર્ણ થયાનું દર્શાવી સરકારી ગ્રાન્ટનો ખર્ચ બતાવવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોઍ સમગ્ર કામની સ્થળ તપાસ કરી બિલ  ચુકવણી સહિતના તમામ દસ્તાવેજોની ચકાસણી કરવાની માંગ કરી છે. ઉપરાંત તપાસ દરમિયાન કોઈની સંડોવણી સામે આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ઉપરોક્ત બાબતે લેખિત રજૂઆતની નકલ જિલ્લા વિકાસ અધિકારી તેમજ સ્વાગત કક્ષ, જિલ્લા પંચાયત વલસાડને   જરૂરી કાર્યવાહી અર્થે મોકલવામાં આવી હોવાની માહિતી પ્રા થવા પામી હતી.