Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

દેહરીમાં ૩૦ દિવસમાં પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ ગામ બનાવવાનો સંકલ્પ લેવાયો

દેહરીમાં ૩૦ દિવસમાં પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ ગામ બનાવવાનો સંકલ્પ લેવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૫ ઃ સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ મારું ગામના સંકલ્પને સાકાર કરવા દેહરી ગ્રામ પંચાયત અને સોસીયો ક્લીનઅપ (લ્ંણૂજ્ઞ્ં ઘ્શ્રર્ફૂઁ્યષ્ટ) ટીમના સંયુક્ત ઉપક્રમે દેહરી શીતલ ટાઉનશીપથી કટવાર વિસ્તાર સુધી વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામને આગામી ૩૦ દિવસમાં સંપૂર્ણ સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. દેહરી ગામના સરપંચ ધનેશભાઈઍ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા ગામની સ્વચ્છતા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. માત્ર દર રવિવારે જ નહીં, પરંતુ અઠવાડિયાના તમામ દિવસોમાં સતત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પંચાયત અને ગ્રામજનો સાથે મળીને કાર્ય કરશે. ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે અને દરેક નાગરિકને આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરવામાં આવશે. આ સફાઈ અભિયાનમાં સોસીયો ક્લીનઅપ ટીમના નિખિલભાઈ ધોડી, પ્રણિતભાઈ અને તેમની સમગ્ર ટીમ ઉપરાંત દેહરી ગામના સરપંચ ધનેશભાઈ, ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી, જિલ્લા પંચાયત સભ્ય વંદનાબેન માહ્નાવંશી, તાલુકા પંચાયત સભ્ય કાજલબેન હળપતિ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સેવાભાવી ગ્રામજનો જોડાયા હતા. આ અભિયાન દ્વારા ગામમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા સાથે પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.