Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

ઉમરગામ ઇન્ડ. ઍસો. દ્વારા સાંસદ ધવલભાઈ પટેલનું સન્માન કરાયું

ઉમરગામ ઇન્ડ. ઍસો. દ્વારા સાંસદ ધવલભાઈ પટેલનું સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૫ ઃ ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં ૨૦૦૦થી વધુ ઉદ્યોગો કાર્યરત છે અને ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન (યુ.આઈ.ઍ.) સ્થાનિક ઉદ્યોગોનું નેતૃત્વ કરતી અગ્રણી સંસ્થા તરીકે કાર્યરત છે. સંસ્થા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી ઔદ્યોગિક વિસ્તારના વિકાસ, ઉદ્યોગકારોના હિતોની રક્ષા તેમજ સરકારી યોજનાઓનો લાભ ઉદ્યોગકારો સુધી પહોંચાડવા સતત કાર્યરત રહે છે.
સાંસદ ધવલભાઈ પટેલના ટૂંકા કાર્યકાળ દરમિયાન પણ યુ.આઈ.ઍ. દ્વારા કરવામાં આવેલી રેલવે સંબંધિત વિવિધ રજૂઆતોને હકારાત્મક પરિણામો મળતા તેમની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાની નોંધ લેવામાં આવી છે.
આ પ્રસંગે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની કચેરી ખાતે સાંસદ ધવલભાઈ પટેલના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યુ.આઈ.ઍ.ના પ્રમુખ અશોકભાઈ ગુાના હસ્તે સાલ ઓઢાડી સાંસદ ધવલભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઍસોસિઍશનના ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, સેક્રેટરી શ્યામ વિઝન, ટ્રેઝરર રત્નેશ્વર ચોરસિયા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્ના હતા. વિશેષ આમંત્રિત તરીકે ઉમરગામ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ તથા ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા પણ હાજર રહ્ના હતા.અગ્રણી ઉદ્યોગપતિ ઇશ્વરભાઈ બારીઍ સાંસદ ધવલભાઈ પટેલની કામગીરીની પ્રશંસા કરી તેમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ઉમરગામ નોટિફાઈડ ઍરિયાના ચેરમેન જીગ્નેશભાઈ બારી અને કમિટીના સભ્યોઍ નોટિફાઈડ વિસ્તારમાં હાથ ધરાયેલા વિકાસકાર્યો અંગે માહિતી આપી હતી.