Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

બિલપુડીથી ઝરીયા માર્ગ પર વૃક્ષો પર બેફામ જાહેરાતના બોર્ડ

બિલપુડીથી ઝરીયા માર્ગ પર વૃક્ષો પર બેફામ જાહેરાતના બોર્ડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૫ ઃ સરકાર ઍક તરફ ૅવૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો જેવા સંદેશો દ્વારા હરિયાળી જાળવવા લોકોને પ્રેરિત કરી રહી છે, ત્યારે બીજી તરફ ધરમપુર તાલુકાના બિલપુડી થી ઝરીયા ગામમાં જાહેર માર્ગ કિનારે આવેલા જીવતા વૃક્ષોના થડમાં ખીલા ઠોકીને વિવિધ કંપનીઓના જાહેરાતના બોર્ડ લગાડવામાં આવી રહ્ના છે. જેના કારણે કુદરતી રીતે ઉછેરાયેલા વૃક્ષોને નુકસાન પહોંચી રહ્નાં હોવાનું સામે આવ્યું છે.  પર્યાવરણપ્રેમીઓના જણાવ્યા મુજબ વૃક્ષોમાં ખીલા ઠોકવાથી તેની છાલ અને અંદરના જીવંત કોષોને નુકસાન પહોંચે છે જેના કારણે ફૂગ, બેક્ટેરિયા સહિતના રોગો લાગવાની શક્યતા વધી જાય છે અને લાંબા ગાળે વૃક્ષો સુકાઈ જવાનો પણ ભય રહે છે. બિલપુડી થી ઝરીયાથી  તરફના માર્ગ પર અનેક વૃક્ષો પર આવા બોર્ડ દ્રશ્યમાન થઈ રહ્ના છે. આડ્ઢર્યની વાત તો ઍ છે કે ગામની ઓળખ માટે મૂકવામાં આવેલા ઝરીયા ગામના નામના બોર્ડ પર પણ જાહેરાતનું બોર્ડ ઠોકી દેવામાં આવ્યું છે. સ્થાનિક ગ્રામજનોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્ના છે. ગ્રામજનોનું કહ્નાં છે કે જાહેર માર્ગ પર આવેલા વૃક્ષો જાહેર સંપત્તિ છે અને તેની સુરક્ષા કરવી દરેકની જવાબદારી છે. છતાં વેપારીઓ દ્વારા મનફાવે તેમ વૃક્ષોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવી રહ્ના છે. આ સમગ્ર મામલે વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક પંચાયત તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. જાહેરમાં વૃક્ષોને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ સામે હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં જવાબદાર તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. ગ્રામજનોઍ માંગ કરી છે કે, વૃક્ષો પર લગાવવામાં આવેલા તમામ જાહેરાતના બોર્ડ તાત્કાલિક દૂર કરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. વિચારવામાં આવી છે કે  સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગામજનો પોતે જ આવા બોર્ડ દૂર કરવાની કાર્યવાહી કરશે.