વલસાડમાં જૈન ઘોઘારી મહિલા મંડળનો ૩૦મો સ્થાપના દિવસ ઉજવાયો
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડમાં પણ જૈન ઘોઘારી મહિલા મંડળ દ્વારા ૩૦મો સ્થાપના દિવસની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.
વૈશાખ સુદ અગિયારસના પવિત્ર દિવસે ઉજવાતા જૈન શાસન સ્થાપના દિવસ નિમિત્તે વિશ્વભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. વલસાડમાં પણ જૈન ઘોઘારી મહિલા મંડળ દ્વારા ૩૦મો સ્થાપના દિવસની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન મહાવીર સ્વામીઍ વૈશાખ સુદ અગિયારસના દિવસે જૈન સંઘની સ્થાપના કરી હતી, જેના સ્મરણાર્થે દર વર્ષે આ દિવસ વિશેષ શ્રદ્ધા અને આસ્થાથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પાંચ રંગનો શાસન ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તેમજ નવકાર મહામંત્રના જાપ સાથે ધાર્મિક આરાધના કરવામાં આવી હતી. મહિલા મંડળના સભ્યો તેમજ શ્રાવક-શ્રાવિકાઓઍ ઉપવાસ, આયંબિલ, ઍકાસણા અને પચ્ચખાણ જેવા તપ દ્વારા ધર્મલાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્નાં હતું. મંડળના સભ્યોઍ જૈન ધર્મના સિદ્ધાંતો અને સંસ્કારોને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
