કોસંબામાં તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ શાખા,વલસાડના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાનો ૧૨મો વિશ્વ યોગ દિવસ-૨૦૨૬નો કાર્યક્રમ વલસાડના કોસંબા ગામમાં યોજાયો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ઝોનના કો-ઓર્ડિનેટર પ્રિતિબેન પાંડે દ્વારા આયુષમાન આરોગ્ય મંદિર, મરલાના યોગ ટ્રેનર ચાન્ગુનાબેન અને મનીષભાઈ સાથે મળી યોગ પ્રોટોકોલ અનુસાર યોગાભ્યાસ તથા યોગાસન, પ્રાણાયમ, ધ્યાનને દૈનિક જીવનમાં અપનાવી આ વર્ષની થીમ તંદુરસ્ત વૃધ્ધત્વ માટે યોગૅ થીમ અંગે સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર દિવ્યાબેન ઢોડીયા, જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનુ, ભુતસર, વલસાડ, મેડિકલ ઓફિસર તરલ ગરાસિયા, સરકારી આયુર્વેદ દવાખાનુ, નાની દાંતી, વલસાડ હોમિયોપેથી મેડિકલ ઓફિસર બિરજુ પટેલ, સરકારી હોમિયોપથી દવાખાનુ, હરિયા, વલસાડ. હો.મે.ઓ. નિકુંજભાઈ ગામીત, સરકારી હોમિયોપથી દવાખાનુ, ડુંગરી, વલસાડ ઍ સ્ટાફ સહિત હાજરી આપી હતી.
કાર્યક્રમના અંતે બ્રાહ્મી શંખપુષ્પી હીમ શરબતનું વિતરણ તથા ડાયાબિટિસ, સાંધાના રોગો, પાચન તંત્રના રોગો માટે જરૂરી યોગાસન વિષયક પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. કોસંબાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં યોગ કાર્યક્રમ અને યોગ વિષયક જન જાગૃતિ હેતુ ઘર ઘર સુધી ૅઅષ્ટાંગ યોગૅ અંગે ના પેમ્પલેટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.
