Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

હાલરમાં જનકલ્યાણ શિબિર યોજાઈ

હાલરમાં જનકલ્યાણ શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના સફળ જનસેવાના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે વલસાડ નગર પાલિકાના વોર્ડ નં.૯ (હાલર વોર્ડ)માં ઍક વિશેષ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર અંતર્ગત વિસ્તારના નાગરિકો માટે આધારકાર્ડ સંબંધિત કામગીરી તેમજ વડીલો માટે સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડતી યોજનાઓનો લાભ આપવામાં આવશે.
હાલર નગરપાલિકા વિસ્તારમાં રહેતા જે નાગરિકોને પોતાના આધારકાર્ડમાં સરનામું અથવા નામમાં ફેરફાર કે સુધારો કરાવવો હોય, તેઓ માટે નગરપાલિકા સભ્યોની સહી કરાવવાની પ્રક્રિયા આ શિબિર અંતર્ગત સરળતાથી કરી આપવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોના સન્માન, સહાય અને સુરક્ષા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલ ખાસ યોજના અંતર્ગત ૭૦ વર્ષથી વધુ વયના વડીલો માટે વયવંદના કાર્ડ બનાવવામાં આવશે. આ કાર્ડ ધારકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા દસ લાખ સુધીની મેડિકલ સહાય (આરોગ્ય કવચ) મળવાપાત્ર રહેશે.
આ સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે માટે ઍક ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો લાભ લેવા અને આગોતરા રજીસ્ટ્રેશનમાં  ૫૦થી ૬૦ લોકો આધાર કાર્ડમાં ઍડ્રેસ  ચેન્જ માટે આવ્યા હતાં. ૪૫ જેટલા લોકોઍ ઓનલાઇન કર્યું અને ૪૦૦૦ જેટલા લોકોઍ આધારનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં હાલર વોર્ડના સિનિયર સભ્યો માં નિતેશ ઍમ. વશી, ભરત પટેલે ( કાનો ) સમગ્ર આયોજન કર્યું હતું. વલસાડ નગરપાલિકા વોર્ડ નં. ૯ના સિનિયર સભ્યો તેમજ ભાજપ અગ્રણીઓ  હર્ષદભાઈ કટારિયા, ગિરીશભાઈ દેસાઈ અને સામાજિક આગેવાન  આનંદ દેસાઈ દ્વારા વડીલોને આ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વિતરણ કરી તેઓને ઉજ્જવળ સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. વિસ્તારના તમામ જરૂરિયાતમંદ નાગરિકો અને વડીલોને આ શિબિરનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.