ગુંદલાવમાં લોકોને યોગનું મહત્વ સમજાવાયું
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૫ ઃ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વલસાડ તાલુકાના ગુંદલાવ ખાતે આવેલા નોટિફાઇડ ઍરીયાના ગાર્ડનમાં વલસાડ તાલુકા કક્ષાના યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇન્ચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. ધર્મિષ્ઠા પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું, સરકારી આયુર્વેદ દવાખાનુ, ફલધરાના યોગ પ્રશિક્ષક અશ્વિનભાઈ ઍ યોગનું મહત્વ તથા ઉપયોગીતા સમજાવી હતી અને યોગ પ્રોટોકોલ મુજબ કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો. કે. કે. ગાંધી સ્કૂલના પ્રિન્સિપાલ હેમંતભાઈ પટેલ, શાંતાબેન અને નેશનલ યોગ બોર્ડના સભ્યો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં. ફાર્માસિસ્ટ અને સેવકોઍ પણ સેવા આપી હતી.
યોગ શિબિરમાં આયુષ મેડિકલ ઓફિસર વૈદ્ય ધર્મિષ્ઠા પટેલ, સરકારી આયુર્વેદ દવાખાનું, તિથલ, વૈદ્ય ભાવના બારડ, આયુષમાન આરોગ્ય મંદિર, આયુર્વેદ દવાખાનું, ફલધરા, વૈદ્ય સ્વાતિ પંચાલ, સરકારી આયુર્વેદ દવાખાનું, હરિયા, વૈદ્ય દિવ્યા સોલંકી, સરકારી આયુર્વેદ દવાખાનુ, વલસાડ, ડો. અનિતા બિરારી, સ.હો.દ. વલસાડ, ડો. કામિની પટેલ, સ.હો.દ. સેગવી, ફાર્માસિષ્ટ દીપીકાબેન પટેલ, સેવક ગણ ભાવનાબેન, સ્નેહલબેન, આશાબેન, ચૈતાલીબેન, શારદાબેન, પ્રાચીબેન, યોગ પ્રશિક્ષક અશ્વિનભાઈ અને પરુબેન ઉપસ્થિત રહ્ના હતાં. સૌને યોગ સંબંધિત પેમ્ફલેટ તથા શરબત આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ડો. દિવ્યા સોલંકી દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોઍ યોગ શિબિરનો લાભ લીધો હતો અને શિબિરને સફળ બનાવી હતી.
