વલસાડ રોહિત સમાજ શૈક્ષણિક મંડળ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કરાઈ
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ રોહિત સમાજ શૈક્ષણિક મંડળ દ્વારા વલસાડ જિલ્લામાં અભ્યાસ કરતા રોહિત સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સમાજના દાતાઓની મદદથી ધો.૧થી કોલેજ સુધી અને વિવિધ કોર્સમાં અભ્યાસ કરતા ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ૧૮૦૦ જેટલી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ રોહિત સમાજ શૈક્ષણિક મંડળ વતી કલ્પેશકુમાર ગોહિલ (લીલાપોર) દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગામે ગામ રહેતા રોહિત સમાજના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન કરી સમાજના આગેવાનોઍ ડો.બાબા સાહેબ આંબેડકરે કહેલુ વિધાન શિક્ષણ ઍ સિંહણના દૂધ જેવું છે, જે કોઈ પીઍ છે, તે ગર્જના કર્યા સિવાય રહેતો નથી ઍ યાદ કરાવી શિક્ષિત બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
