Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

વલસાડ મુસ્લિમ સમાજ દ્વારા રકતદાન કેમ્પમાં ૩૦૪ રકત યુનિટ ઍકત્ર કરાયું

વલસાડ મુસ્લિમ સમાજ દ્વારા રકતદાન કેમ્પમાં ૩૦૪ રકત યુનિટ ઍકત્ર કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ  મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામિક કલ્ચર હોલ મોટા તાઇવાડમાં વિશ્વ રક્તદાન  દિવસે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુસ્લિમ ભાઈઓની સાથે મોટી સંખ્યામાં  હિન્દુઍ પણ  બ્લડ ડોનેશન કરી ઍકતા અને ભાઈચારા જોવા  મળ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં ૩૦૪ રક્ત યુનિટ ઍકત્ર થઈ હતી.  
વલસાડ  સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય ઉત્સવો જેમ કે આઝાદીના અમૃત મહોત્સવ વલસાડ સમસ્ત મુસ્લિમ સમાજ ભવ્ય તિરંગા સાથે  રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ૩૦૫ રક્ત બોટલ ઍકત્ર થઈ હતી. સમાજના યુવાનો તેમજ યુવતીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજર રહી રક્તદાન કર્યું હતું.
જરૂરિયાતમંદ દર્દીઓનો જીવ બચાવવા માટે તેઓ આગળ વધી રહ્ના છે. વલસાડના મોટા તાઇવાડમાં આવેલા ઇસ્લામિક  કલ્ચર હોલ મોટા તાઇવાડ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા આવ્યા હતાં. રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર મહાનુભાવોનું સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં અમીષાબેન શાહ  ૫૦થી વધુ વખત રક્તદાન, ભીખુભાઈ ભાવસાર - ૧૪૪ વખત રક્તદાન, મિતેષ ભંડારી (મોન્ટુભાઈ) ૧૨૭ વખત રક્તદાન,   અબ્બાસ અલીભાઈ વોરા, પારડી - ૧૧૬ વખત રક્તદાન,  મુસ્તુફાભાઈ કાચવાલા  - ૧૨૭ વખત રક્તદાન, ફિરોઝભાઈ શેખ - ૮૫ વખત રક્તદાન,  પરવેઝ દેસાઈ - ૭૬ વખત રક્તદાન કર્યું હતું.
રક્તદાન શિબિરમાં મુસ્લિમ ભાઈઓની સાથે મોટી સંખ્યામાં મારા ભાઈ હિન્દુ પણ બ્લડ ડોનેશન કરી ગયા છે. તો આ ઍક ઍકતાનું પ્રતીક છેસતત ત્રીજા વર્ષે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ, ડોક્ટર ટીમ, સ્વયંસેવકો અને -ત્યક્ષ-પરોક્ષ રીતે સહયોગ આપનાર દરેકનો વલસાડ મુસ્લિમ સમાજ હૃદયપૂર્વક આભાર માને છે.