છીરીમાં છેડતી પ્રકરણે હત્યાનો ૨૦ વર્ષથી ફરાર આરોપી જબલપુરથી ઝડપાયો
- byDamanganga Times
- 14 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપીના છીરીમાં છેડતી પ્રકરણમાં ઍકની હત્યા કરી છેલ્લા ૨૦ વર્ષથી ફરાર આરોપીને વલસાડ જિલ્લા ઍસઓજી પોલીસે મધ્યપ્રદેશના જબલપુરથી સતત ત્રણ મહિના સુધી વેસ્ટ પલટો કરી ઝડપી પડ્યો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૦૬ માં વાપી નજીકના છીરીગામે આવેલ ઍક ગેસની બોટલ ડીલેવરી બોય તરીકે કામ કરતા અને ગોડાઉનમાં જ રહેતા ઍવા બઢકું માનશિહ ઠાકુર મૂળ રહે. અલીફામાંદા ઉત્તર પ્રદેશ અને તેમના બે મિત્રોઍ મહિલાની છેડતી કરવાની અદાવત રાખી સંજયસિંહ નામના યુવાનની રાત્રી દરમિયાન ચાકુ મારી હત્યા કરવામાં આવી હતી અને ત્યારથી આરોપી બઠકું ઠાકુર ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આરોપી મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતો હતો અને ત્યાં પણ તેમણે ૨૦૧૩ની સાલમાં ઍક વૃદ્ધની હત્યા કરી નાખી હતી ત્યારબાદ તે જેલમાં પણ પહોંચ્યો હતો.
આ અંગેની માહિતી વલસાડ જિલ્લા ઍસ.ઓ.જી પોલીસને મળતા તેઓઍ તાત્કાલિક મધ્યપ્રદેશના જબલપુરમાં પહોંચી સતત ત્રણ મહિના સુધી વેશ પલટો કરી ટેકનિકલ તેમજ હ્નામન ઇન્ટેલિજન્સ ના આધારે આરોપી બઠકુ માનસિંહ ઠાકુરને ઝડપી પાડવામાં વલસાડ ઍસઓજી પોલીસ વિભાગના પીઆઇ ઉત્સવ બારોટ અને તેમની ટીમ ને સફળતા મળી છે.