બીલીમોરા સોમનાથ પ્રા. શાળામાં બાળ સંસદની ચુંટણી ઉત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 14 June, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા,તા.૧૩ ઃ બીલીમોરા સોમનાથ પ્રાથમિક શાળામાં શુક્રવારે બાળ વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાને યોગ્ય રીતે સમજે તે અર્થે શાળા પરીવાર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.વિદ્યાર્થીઓ ઍ ચૂંટણી પ્રક્રિયા અને ગુ મતદાન ની સમજ કેળવી હતી જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત બીલીમોરા સોમનાથ પ્રાથમિક શાળા માં શુક્રવારે બાળ સંસદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચુંટણીનાં નિયમોની જાણકારી આપી ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં બાળ વિદ્યાર્થીઓઍ પ્રિસાઈડિંગ અધિકારી, પોલિંગ ઓફિસર ઍજન્ટ, પટાવાળા,પોલીસ જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓ મતદાર બન્યા હતા. જેમને ઇવીઍમ ની સમજ આપી ઇવીઍમ દ્વારા કઈ રીતે મત આપવામાં આવે છે.
તે માહિતી આપી બાળકોની આ ચુંટણી પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. જેમાં આંગળી પર સહી લગાવવી નોંધણી કરવી, મતકુટિરમાં મત આપવાનું સમગ્ર માળખું તૈયાર કરવામાં આવ્યું હતુ. જે બાદ મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી અને વિજેતા વિદ્યાર્થીઓ ને મહામંત્રી, ઉપમંત્રી, શિક્ષણમંત્રી, સાંસ્કૃતિક મંત્રી, આરોગ્ય મંત્રી, સ્વછતા મંત્રી, પર્યાવરણ મંત્રી જેવા અલગ અલગ ખાતાઓ ફાળવવામાં આવ્યા હતા.
અને તેમને તેમની ભૂમિકા વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. સોમનાથ પ્રાથમિક શાળાના કર્મચારીઓ અને શિક્ષકો ઍ સમગ્ર ચુંટણી પ્રક્રિયા સુમેરુ પાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બાળકો ચુંટણી અને મતદાનનું મહત્વ સમજે, ઇવીઍમ મતદાન ચૂંટણી પ્રક્રિયા થી વાકેફ થાય અને લોકશાહી સાશન પદ્ધતિની સમજ કેળવે તે હેતુસર બાળસંસદ ચૂંટણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.