નવસારી પોલીસ દ્વારા ચિત્ર અને અોડિયો/વિડીયો સ્પર્ધા યોજાશે
- byDamanganga Times
- 14 June, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૧૩ ઃ પોલીસ અધિક્ષકની કચેરી નવસારી દ્વારા ત્રણ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ- ૨૦૨૩ની થીમ આધારીત ચિત્રો અને ઓડિયો/વિડિયો કોન્ટેન્ટ સ્પર્ધાનું આયોજન આગામી તા.૧૫/૦૬/૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં નવસારી જીલ્લાના તમામ નાગરીકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ઓડિયો કોન્ટન્ટ તથા વિડિયો કોન્ટન્ટ વધુમાં વધુ ૫ (પાંચ) મિનિટ સુધીનું રાખવાનું રહેશે. સ્પર્ધાનું પરિણામ સોશ્યલ મિડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. તથા આગામી તા.૧૫/૦૬/૨૦૨૫ના કલાક ૨૪/૦૦ બાદ આવેલ સ્પર્ધકોની ઍન્ટ્રીઓ માન્ય ગણાશે નહિ. જેથી તમામ નવસારીની જાહેર જનતાને સ્પર્ધામાં ભાગ લઇ આકર્ષક ઇનામો જીતવા નાયબ પોલીસ અધિક્ષક, નવસારીની અખબારી યાદીમાં અનુરોધ કરાયો છે.