ઘડોઇના નિવૃત્ત કર્મચારીને ડ્રાયફુટ રૂ. ૫ લાખમાં પડ્યા
- byDamanganga Times
- 13 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડના ઘડોઈગામે રહેતા અને ઍલઆઈસીમાંથી નિવૃત્ત થયેલા ૬૩ વર્ષે વૃદ્ધિ વલસાડ હાલરમાં આવેલ ઇન્ડિયન બેંકમાંથી પાંચ લાખ રૂપિયા રોકડા ઉપાડી પોતાની બાઈક પર ભેરવી ડ્રાયફૂટ લેવા જતા બે અજાણ્યા ઇસમોઍ ૫ લાખ રૂપિયા ભરેલી થેલી લઈ બાઇક પર રફુ ચક્કર થઈ જતા મામલો વલસાડ સીટી પોલીસ મથકમાં ગયો છે.
વલસાડ તાલુકાનાં ધડોઈ ગામ ના દલા ફળીયામાં રહેતાં દિનેશભાઈ ભીમાભાઇ પટેલ ઉ.વ.૬૩ રહે છે. દિનેશભાઈ વડોદરા -તાપનગરમાં આવેલ ઍલઆઈસીમાં આસિસ્ટન્ટ તરીકે બે વર્ષ અગાઉ નિવૃત્ત થયા હતા. હાલમાં તેઓ તેમના ઘડોઇ ગામે રહે છે. દિનેશભાઈ પટેલ જેઓનું જૂનું મકાન તોડી નવું મકાન બનાવવા માટે પૈસાની જરૂર હોવાથી આજરોજ તેઓ વલસાડના હાલરમાં આવેલી ઇન્ડિયન બેંકમાંથી બપોરે ત્રણ કલાકે ૫ લાખ રૂપિયાની રકમ ઉપાડી હતી અને આ રકમ થેલીમાં મૂકી પોતાની બાઈક નંબર જીજે ૧૫ / ડી. આર./૨૫૮૮ મેં લઈ વલસાડ હાલર રોડ પર આવેલી આવા બાઈ સ્કૂલના ગેટ સામે મૂકી નજીકમાં આવેલ ડ્રાયફ્રુટની દુકાનમાં ડ્રાયફ્રુટ લેવા માટે ગયો હતો.
તે દરમિયાન બે અજાણ્યા ઇસમોઍ બાઈક પર લટકાવેલી પાંચ લાખ ભરેલી થેલી લઈ બાઈક પર ભાગી જતા દિનેશભાઈ પટેલે બુમાબુમ કરવા તેમ છતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતાં. જોકે બાઈક પર બંને અજાણ્યા ઈસમો ભાગી છૂટતા વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.