Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

મજીગામની કંપનીનો શેડનું પતરું તૂટતાં વૃદ્ધનું મોત

મજીગામની કંપનીનો શેડનું પતરું તૂટતાં વૃદ્ધનું મોત

 (દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૧૨ ઃચીખલી નજીકના મજીગામગામે આવેલ વેફર બનાવતી કંપનીના શેડ ઉપર સિમેન્ટનું પતરું ચેક કરવા ચઢેલ વૃદ્ધ સિમેન્ટનું પતરૂ તૂટી જતા ઉપરથી નીચે પડેલ વૃદ્ધને મોઢાના ભાગે ઇજા થતાં સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજવા પામ્યું છે.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર આવેલ મજીગામ વેલકમ પાર્ટી પ્લોટ માં ઍક બાજુ વેફર બનાવતી ફેક્ટરી હોય જે ફેક્ટરીના પતરા ના શેડમાં સિમેન્ટનું ઍક પતરું તૂટી ગયેલ હોય તેને ચેક કરવા માટે વિનોદ હરજી જસાણી ઉ.વ. ૬૪ હાલ રહે. વેફર કંપનીના શેડમાં મૂળ રહે.૧૦૩ પૂર્વી ઍપાર્ટમેન્ટ રાયચંદ રોડ જલાલપર રોડ તા. જલાલપોર જે સવારે ૧૧ૅં૩૦ વાગ્યે શેડ ઉપર ચડ્યો હતો દરમિયાન આકસ્મિક રીતે સિમેન્ટનું પતરું તૂટી પડતા વિનોદ જસાણી નીચે પડતા અર્ધ બેભાન થઈ ગયો હતો અને મોઢાના નીચેના ભાગે લોહી નીકળતું હોય જેને સારવાર માટે લઈ જવાયો હતો. 

પરંતુ ડોક્ટરે મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઍસઆઇ ઍચઍસ પટેલ કરી રહ્ના છે.