વલસાડના બે વાહન ફિટનેસ સ્ટેશનોને નોટીસ ફટકારાઈ
- byDamanganga Times
- 13 June, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ ગુજરાત રાજ્યના ખાનગી ૪૩ ફિટનેસ સ્ટેશનો માંથી ૧૦ ફિટનેસ સ્ટેશનમાં ચાલતી ગેરરીતી બહાર આવી છે. જેમાં વલસાડ જિલ્લાના પણ બે ફિટનેસ સ્ટેશનમાં વેન્ડરો દ્વારા સરકારી ફી કરતાં વધુ ફી વસૂલી વાહનોના આડેધડ ફિટનેસ સર્ટી આપતો હોવાનો સમાવેશ થતાં આ બંને ફિટનેસ સ્ટેશનોને નોટિસ અપાય છે. ગુજરાત રાજ્યના અમદાવાદ, વલસાડ, વાપી, સુરેન્દ્રનગર, મહેસાણા સહિત ૪૩ સ્થળે ફિટનેસ સ્ટેશનો ઍટલે કે ઓટોમેટેડ ટેસ્ટટિંગ સ્ટેશનમાં કોમર્શિયલ વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેવોના વેન્ડર દ્વારા સરકારી ફી કરતા વધુ ફી વસૂલીને અનેક જેવોની ફિટનેસ બરાબર ન હોય તેવા વાહનોને પણ વાહન ફિટનેસ હોવાનું સર્ટિફિકેટ બનાવી આપવાનું કૌભાંડ આચરતા હોવાની ફરિયાદો થઈ હતી. જેને ધ્યાને લઈ રાજ્યના વાહન વ્યવહાર કચેરી તરફથી તપાસ શરૂ થઈ હતી.
જેમાં છેલ્લા દોઢ મહિનામાં અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, જામનગર, રાજકોટ, વડોદરા અને વલસાડ વાપી માં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૦ સ્થળે ગેરરિતી બહાર આવી હતી. જેઓને નોટિસ ફટકારવામાં આવી છે જેમાં વલસાડ જિલ્લામાં આવેલ ગુંદલાવ, બગવાડા અને કરમબેલામાં આવેલા ત્રણ પૈકી બેને નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે ઍક ભૂતપૂર્વ આરટીઓ અધિકારી ના જણાવ્યા મુજબ ખાનગી ફિટનેસ સ્ટેશન ધરાવતામાં મોટાભાગે ગેરરીતિ થઈ રહી છે અને આ ફિટનેસ સ્ટેશનના વેન્ડરો દ્વારા વહનના ફિટનેસ સર્ટિફિકેટ માટે મોટાભાગના વેન્ડરો વહનો ખરાબ હોવા છતાં પણ તેની ફિટનેસ બરાબર છે.તેમ આડેધડ આપે છે જે અંગે તેઓ સરકારી ફી ઉપરથી વધારાની ફી લઈ વહનને ફિટ હોવાનું સટી લખી આપે છે. જોકે અગાઉ પણ વલસાડ જિલ્લામાં બે ખાનગી ફિટનેસ સ્ટેશન ને નોટિસ આપી હતી. જોકે આ અંગે વલસાડ જિલ્લાના આરટીઓ અધિકારી ઍન.ઍચ. ગજેરા અને તેમની ટીમ પણ જવાબદાર હોવાનું ચર્ચા રહ્નાં છે.