Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

મજીગામની સમર ગૃપ કંપનીનો મુખ્ય સૂત્રધાર વિરલ શેઠ ઝડપાયો

મજીગામની સમર ગૃપ કંપનીનો મુખ્ય સૂત્રધાર વિરલ શેઠ ઝડપાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૧૨ ઃ ચીખલી તાલુકાના મજીગામગામે સમર ગ્રુપ નામની કંપની ખોલી જેમાં ગામેગામ ઍજન્ટ રાખી લોભામણી લાલચો આપી ગરીબો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવી લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી જનાર સંચાલકોને ચીખલી પોલીસમાં ફરિયાદ થયા બાદ તબક્કાવાર ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા જ્યારે આ કંપનીનો મુખ્ય ભેજાબાજ વિરલ આશિષ શેઠ નામનો વ્યક્તિ છેલ્લા છ સાત મહિનાથી પોલીસ પહોંચથી દુર રહ્ના હતો જેને નવસારી ઍલસીબી ની ટીમે ઝડપી પાડી ચીખલી પોલીસને હવાલે કર્યો છે સમર ગૃપ કંપનીમાં ગ્રાહકોના  રૂ.૯. ૪૪. ૬૧. ૨૯૫ જેટલી રકમ ચૂકવવાની થતી હતી જે ગ્રાહકોને ન ચૂકવી સંચાલકોઍ ફૂલેકું ફેરવી દીધું હતું. ચીખલી નજીકના સમરોલી ગામે થોડા વર્ષો અગાઉ સમર ગ્રુપ નામની કંપની કેટલાક સંચાલકોઍ શરૂ કરી હતી.   જેમાં ગ્રાહકોને ટૂંકા ગાળામાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી તેમ જ  નવા વાહનો માટે લોન આપી ગરીબ આદિવાસી ગ્રાહકો તેમજ કેટલાક સરકારી કર્મચારીઓઍ સમર ગ્રુપ કંપનીમાં કરોડો રૂપિયાના નાણાંનું રોકાણ કર્યું હતું. શરૂઆતના તબક્કામાં સમર ગૃપના સંચાલક સાગર દિલીપ રાઠોડ, પત્ની ચૈતાલી રાઠોડ, સાળો મિરલ મહેશ પટેલ તથા અનિલ બાબુભાઇ રાઠોડ વિગેરે ગ્રાહકોને ઊંચું વળતર ચૂકવ્યું હતું જેમ જેમ કંપની ઉપર લોકોને ભરોસો થતો ગયો તેમ તેમ ગ્રાહકો પણ વધુ બનતા ગયા અને આ કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ થયું હતું ત્યારે આ કંપનીના સંચાલકો લોકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી રફુ ચક્કર થઈ ગયા હતા જેમાં ગ્રાહકોના રોકાણના રૂ. ૫.૬૩. ૪૮. ૩૨૩ જેટલી મતબર રકમ રહી હતી જ્યારે ગ્રાહકોને પાકતી મુદતે રૂપિયા ૯. ૪૪. ૬૧. ૨૯૫ જેટલી રકમ ચૂકવવાની થતી હતી પરંતુ આ કંપનીનો મુખ્ય ભેજાબાજ  વિરલ આશિષ શેઠ ઉ.વ. ૨૭ રહે. સિયા હાઈટ્સ ગઢપુર રોડ ઍનસી ઠાકર સ્કૂલની બાજુમાં સરથાણા સુરત મૂળ રહે. ૧/૫૮ વાડ પટેલ ફળીયા  ખેરગામ જી. નવસારી જેણે સંચાલકોને વિશ્વાસમાં રાખી રાજ રમત રમી લોકોના પૈસા ન ચૂકવી ફૂલેકું ફેરવી ફરાર થઈ ગયો હતો જેને નવસારી ઍલસીબીની પોલીસે સાત આઠ મહિના બાદ પકડી પાડી ચીખલી પોલીસને હવાલે કર્યો છે જેને હાલ ૧૬-૦૬-૨૦૨૫ સુધી રિમાન્ડ અપાયા છે. બનાવ અંગેની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.