ડાંગમાં ૪૨ ગ્રા.પં.માંથી ૮૧ સરપંચો અને ૪૫૪ સભ્યોની ચૂંટણી યોજાશે
- byDamanganga Times
- 13 June, 2025

(દમણગંગા ટાઈમ્સ)
આહવા, તા. ૧૨ ઃ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત માટે સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ડાંગ જિલ્લામા ૫૯ વિભાજન, ૧ મધ્ય સત્ર, તથા ૧ પેટા ચૂંટણી માટેનુ મતદાન તા.૨૨/૬/ર૦૨૫ ના રોજ સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે.
આ ચૂંટણીઓ માટે તા. ૯ જૂન સુધીમા ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ હતી. જ્યારે તા.૧૦ જૂનના રોજ ચકાસણી, તેમજ તા.૧૧ જૂનના રોજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. જેમા કુલ ૩૮ સરપંચ ઉમેદવારો અને ૧૮ સભ્યોઍ ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા હતા. જે સાથે જિલ્લામા કુલ ૧૬ ગ્રામ પંચાયત સમરસ થઇ હતી.
જેથી હવે ડાંગ જિલ્લામા સામાન્ય/મધ્ય સત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫ દરમિયાન કુલ ૪૨ ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર છે.
રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને ડાંગ જિલ્લાના પ્રાંત અધિકારી કાજલ આંબલીયા તરફથી પ્રા થયેલી વિગતો અનુસાર આહવા તાલુકામા કુલ ૨૬ ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર હતી. જેમાંથી ૭ ગ્રામ પંચાયત સંપુર્ણ બિનહરીફ જાહેર થતા હવે ૧૭ ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર છે.
તે જ રીતે વઘઇ તાલુકામા કુલ ૧૭ ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર હતી. જેમાંથી ૫ ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ જાહેર થતા હવે ૧૨ ગ્રામ પંચાયતો, જ્યારે સુબીર તાલુકામા કુલ ૧૭ ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર હતી,
જેમાંથી ૪ ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ જાહેર થતા હવે ૧૩ ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર છે. આ ઉપરાંત આહવા તાલુકામા ૨ ગ્રામ પંચાયત અંશત બિનહરીફ જાહેર થયેલ છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા યોજનાર સામાન્ય/મધ્ય સત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫ દરમિયાન આહવા તાલુકામા કુલ ૫૭ સરપંચ અને ૩૦૦ સભ્યો, વઘઇ તાલુકામા કુલ ૩૯ સરપંચ અને ૨૧૨ સભ્યો, તેમજ સુબીર તાલુકામા કુલ ૪૭ સરપંચ અને ૨૩૩ સભ્યોઍ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાંથી આહવા તાલુકાના ૧ સરપંચ તેમજ ૪ સભ્ય, વઘઇ તાલુકામા ૨ સભ્ય, અને સુબીર તાલુકામા ૬ સભ્યોના ઉમેદવારી પત્રો અમાન્ય થયા હતા.
આ સાથે જ આહવા તાલુકાના કુલ ૧૪ સરપંચ અને ૮ સભ્યો, વઘઇ તાલુકામા કુલ ૭ સરપંચ અને ૩ સભ્યો, તેમજ સુબીર તાલુકામા કુલ ૧૭ સરપંચ અને ૭ સભ્યોઍ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા.
ત્યાર બાદ આહવા તાલુકામા કુલ ૪૨ સરપંચ અને ૨૮૮ સભ્યો, વઘઇ તાલુકામા કુલ ૩૨ સરપંચ, અને ૨૦૭ સભ્યો, તેમજ સુબીર તાલુકામા કુલ ૩૦ સરપંચ અને ૨૨૦ સભ્યો મળી જિલ્લાની કુલ ૪૨ ગ્રામ પંચાયતોમા ૮૧ સરપંચ, અને ૪૫૪ વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાનાર છે.