ટીંભી ગ્રા.પં.માં બે પેનલનો સામ સામે ચૂંટણી મેદાનમાં
- byDamanganga Times
- 13 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૨ ઃ ઉમરગામ તાલુકામાં હાલ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે કુલ બાવીસ ગ્રામપંચાયતો ની ચૂંટણી યોજાનાર છે. ઉમરગામ તાલુકાના સંજાણ ઉમરગામ માર્ગ પર આવેલું ટિમ્ભિ ગામ પાણીથી ભરેલા તળાવ અને ઉદ્યોગો થી વિકસિત છે.
ટેમ્ભી ગ્રામ પંચાયતમાં બાળકોને શિક્ષણનો લાભ મળે તે માટે ધોરણ ૧ થી ૮ ના વર્ગો ચાલી રહ્ના છે.
સંત જલારામ બાપાના મંદિરમાં તાલુકા સહિત વિવિધ વિસ્તારોમાંથી લોકો દર્શનાર્થે આવતા જોવા મળે છે. દર વર્ષે જલારામ જયંતિ પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવે છે.
પરંતુ અંહી આઠ વર્ષ થી વિકાસ ના નામે પાણીની તરસ અને રસ્તા જેવી સુવિધા ઍક સમસ્યા છે.
આ વખતે ગ્રામ પંચાયત સમરસ થાય અને સરકાર ની યોજનાઓ નો લાભ મળે તેવા આશાવાદ સાથે ગામલોકો ઍ પ્રયત્ન કર્યો પરંતુ સરપંચ અને ઉપસરપંચના હોદા નેં લઈ ઊભો થયેલો પ્રશ્ન હવે ચૂંટણી જંગ માં પરિવર્તિત થયો છે કુલ દસ વોર્ડ અને આશરે બે હજાર ચારસો મતદારો ધરાવતું આ ગામ જલારામ બાપાના ધામ તરીકે પ્રખ્યાત છે.
પરંતુ પડતર પ્રશ્નોના કારણે અંહી સમરસ ગ્રામપંચાયત બનાવવાના પ્રયાસો પર પૂર્ણવિરામ મુકાયું છે અને હવે બે પેનલ સામસામે ચૂંટણી લડશે.