કરજગામ ગ્રા.પં.ની ચૂંટણી જંગમાં બંને પેનલે લગાવેલું ઍડીચોટીનું જોર
- byDamanganga Times
- 13 June, 2025

સરપંચના ઉમેદવાર પૂર્વ સરપંચ કમલેશભાઈ ધોડીની ધર્મપલી નીલાબેન ધોડીની પેનલના વોર્ડ નંબર ઍકના સભ્ય જયશ્રીબેન વી. કાટેકર બિન હરીફ વિજેતા બનતા સામે મેદાનમાં ઊતરેલા હરીફ ઉમેદવાર સુમિત્રાબેન ડી. ધોડીની પેનલને પ્રારંભમા પ્રથમ ગ્રાશે મકસીકા જેવી સ્થિતિ
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૨ ઃ ઉમરગામ તાલુકામાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોઍ જોર શોર થી પ્રચાર શરૂ કર્યા છે. કરજગામ ગ્રામ પંચાયતમાં બંને પૂર્વ સરપંચોની પેનલ સામસામે ટકરાઈ રહી છે. ગત ટર્મના સરપંચ કમલેશભાઈ ધોડીના ધર્મપત્ની નીલાબેન કમલેશભાઈ ધોડી કાચના ગ્લાસના ચિન્હ સાથે ૧૨ સભ્યોની સંપૂર્ણ પેનલ સાથે અને બીજી તરફ સુમિત્રાબેન દલપતભાઈ ધોડી ફળ ભરેલી ટોપલીના ચિન્હ સાથે મેદાનમાં છે. પૂર્વ સરપંચ કમલેશભાઈ ધોડીઍ ઍમના કાર્યકાળ દરમિયાન પારદર્શક વહીવટ સાથે કરેલા વિકાસના કામો અને ઉભી કરેલી માળખાકીય સુવિધા તેમજ ગ્રામજનોને સાથે રાખી મેળવેલો વિશ્વાસથી ઍમના પક્ષમાં સમર્થકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે. ગત ૯ની જૂનના રોજ વિશાળ સમર્થકોની હાજરી સાથે દાવેદરી ફોર્મ રજૂ કરી ઍકતા અને સંગઠન શક્તિનો પરિચય આપ્યો હતો.
આ ઉપરાંત ૧૨ સભ્યોની પેનલમાંથી વોર્ડ નંબર-૧ના ઉમેદવાર જયશ્રીબેન કાટેગર બિનહરીફ વિજેતા બનતા નીલાબેન કમલેશભાઈ ધોડીની પેનલનો જુસ્સો બેવડાઈ જવા પામ્યો છે. હવે વોર્ડ નંબચ્ય્ ૨. સુરેખાબેન ભરતભાઈ ભોયર, વોર્ડ નંબર ૩. ભાવનાબેન મુકેશભાઈ ભોયે, વોર્ડ નંબર ૪. રશ્મિબેન અનિલભાઈ વારલી વોર્ડ નંબર ૫. પાર્વતીબેન પંકજભાઈ વારલી, વોર્ડ નંબર ૬. પ્રવીણભાઈ પુનિયાભાઈ વારલી, વોર્ડ નંબર ૭. હેતલબેન અંકિતભાઈ વારલી, વોર્ડ નંબર ૮. બ્રિજેશભાઈ મણીલાલ ધોડી, વોર્ડ નંબર ૯. મંજુબેન અમૃતભાઈ વારલી, વોર્ડ નંબર ૧૦. મોહનભાઈ ગાંડાભાઈ દુબળા, વોર્ડ નંબર ૧૧. જગદીશભાઈ કિશનભાઈ વારલી અને વોર્ડ નંબર ૧૨. શિવાજીભાઈ મણીભાઈ ધોડી ચૂંટણી જંગના મેદાનમાં ડોર ટુ ડોર પ્રચાર દોરમાં જોવા મળી રહ્ના છે. સાથે ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થતો જોવા મળી રહ્ના છે ઉમેદવારો રીલ બનાવી ચૂંટણી પ્રચાર કરી રહ્ના છે.