વલસાડના પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામ નહીં કરતા બિલ નહીં આપવા આસીઓને રજૂઆત
- byDamanganga Times
- 13 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી હેઠળ શહેરના વોર્ડ નંબર ૧ વિસ્તારમાં ઍજન્સીના કર્મચારીઓના બદલે વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ પાસે ગટરની સાફ સફાઈ કરવામાં આવી હોય જેથી પાલિકા ઍ જે તે ઍજન્સીના બિલોની રકમ નહીં આપવા માટે અપક્ષ માંથી ચૂંટાયેલા વોર્ડ નંબર ૧ ની મહિલા સભ્યઍ પાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે. વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર ઍકના અપક્ષ સભ્ય મનિષાબેન ગીરીશભાઈ ટંડેલે વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી કે વલસાડ નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવે છે આ પ્રિ મોન્સૂન કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા બાદ જે તે ઍજન્સીને સફાઈનો કોન્ટ્રાક આપવામાં આવે છે. પાલિકા દ્વારા વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલી નાની મોટી ગટરોની સપાઈ માટે દ્વારા ૫૦ લાખનો કોન્ટ્રાક્ટ સુરતની ઍજન્સીને આપવામાં આવ્યો છે. પરંતુ વોર્ડ નંબર ઍક વિસ્તારમાં આવેલી વરસાદી ગટરોની સફાઈ ઍજન્સીના કર્મચારીના બદલે નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કરી હતી. કામ નંબર ૭,૯,૧૦, અને ૯૫ નંબરની વરસાદી ગટર જે મારા નિવાસ સ્થાનેથી મારા મારા વિસ્તારમાં પસાર થાય છે. (કેરોસીન ડેપો થી બંને સાઈડ રસ્તાથી વિજયભાઇ ટંડેલના ઘર સુધી ત્યાંથી નિમિષાબેનના ઘર સુધી. બંને સાઈડ ગટર.) જે કામગીરી ઍજન્સીના માણસો ઍ કરેલ નથી. ઍ કામગીરી હાલમાં નગરપાલિકાના કર્મચારીઓ જ કરે છે. તેમજ કામ નંબર ૭,૮,૯,૧૦,૯૫ પણ નગરપાલિકાના કર્મચારીઓ ઍ જ કરી છે. દરેક ગટરની સફાઈ દરમ્યાન રૂબરૂ સ્થળ તપાસ કરેલ છે. વરસાદી ગટારની સફાઈ ઍજન્સીઍ કામગીરી ન કરી હોવાથી ઍ કામગીરીની બિલની ચુકવણી કરવી નહીં અને ચુકવણી કરવામાં આવશે તો કાયદાકીય પગલાં જેતે કર્મચારી અધિકારી પાસે લેવામાં આવશે.