Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

બાબરખડકમાં દૂધ ઉત્પાદક મંડળીના નવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું

બાબરખડકમાં દૂધ ઉત્પાદક મંડળીના નવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નાનાપોઢા, તા. ૧૨ ઃ કપરાડા તાલુકાના બાબરખડક ડુંગરી ફળિયા ખાતે મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ના નવા મકાનનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું. ગામના વિકાસમાં દૂધ મંડળીની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાને કારણે આ નવી સ્થાપનાને લઇ ગામમાં ઉત્સાહનું માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ કે. પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ના હતા. સાથે જ આર્કિટેક ઍન્જિનિયર પ્રફુલભાઈ પટેલ, બાબરખડકના સરપંચ જસવંતભાઈ દેશમુખ, તાલુકા પંચાયતના સદસ્ય કાંતિલાલ પટેલ, મંડળીની પ્રમુખ નીલીમાબેન પટેલ, મંત્રી ઉર્મિલાબેન ભૂંસારા, તેમજ દૂધ કલેક્શન કર્મચારી  હિરલભાઈ ગાંગડ પણ ઉપસ્થિત રહ્ના હતા. મહિલાઓ દ્વારા સંચાલિત આ મંડળી વર્ષોથી ગ્રામ્ય સ્તરે દૂધ ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. 

નવા મકાનની સ્થાપનાથી મંડળીની કામગીરી વધુ સવ્યવસ્થિત અને સુદૃઢ બનશે. ગ્રામીણ સ્તરે સ્વરોજગાર અને આત્મ નિર્ભરતા તરફ અગત્યનો પડકાર ભજવતી આ મંડળી ગામના વિકાસમાં ઉત્તમ યોગદાન આપી રહી છે.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, પશુપાલક મહિલાઓ અને કમિટી સભ્યો ઉપસ્થિત રહી, નવા મકાનની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.