ચીખલી તાલુકાની નવરચિત પ્રધાનપાડા ગ્રા.પં. સમરસ
- byDamanganga Times
- 12 June, 2025
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૧૧ ઃ ચીખલી તાલુકા માં ૨૨ મી જૂનના દિને ગ્રામ પંચાયત અને વિભાજિત થયેલ પંચાયત તેમજ સભ્યોની ચૂંટણી યોજવાની હોય ત્યારે ચાર ગ્રામપંચાયત માં સરપંચ પદ માટે સામસામી ટક્કર,જ્યારે ચાર ગ્રામપંચાયત માં ત્રિ-પાંખીઓ જંગ અને બે ગ્રામપંચાયત માં ચાર પાંખિયો જંગ જામશે.
ચીખલી તાલુકામાં વિભાજિત થયેલ ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયત તેમજ વોર્ડ સભ્યોની ચૂંટણી માં ઉમેદવારી પત્રક ખેંચવાનાં અંતિમ દિવસ બુધવારે ચીખલી તાલુકામાં નવરચિત પ્રધાનપાડા ગ્રામપંચાયતમાં સરપંચ અને સભ્યો બિનહરીફ વિજેતા થવા સાથે સમરસ બની હતી.
જ્યારે ચીખલી ની તલાવચોરા ગામે સરપંચપદે કૈલાસબેન હળપતિ બિનહરીફ વિજેતા અને ૧૦ વોર્ડ પૈકી ૮ વોર્ડ સભ્ય બિનહરીફ થતા માત્ર બે વોર્ડમાં ચૂંટણી યોજાશે.
જ્યારે બારોલિયા મંદિર ફળીયા માં સરપંચ અને પાંચ વોર્ડમાં સામસામી ટક્કર, ત્રણ વોર્ડ બિનહરીફ થયા હતા. કણભઈ માં સરપંચપદ માટે ત્રિ પાંખીયો જંગ, પાંચ વોર્ડ માં સામસામી ટક્કર ત્રણ વોર્ડ બિનહરીફ બન્યા હતા. રૂમલા ગામે તમામ ૧૨ વોર્ડ બિનહરીફ સરપંચ માટે ચાર ઉમેદવારો વચ્ચે ટક્કર,
સતાડીયા ગામે તમામ ૮ વોર્ડ બિનહરીફ પણ સરપંચ માટે સામસામી ટક્કર, વિભાજીત થયેલ આંબાપાડા ગામે તમામ ૮ વોર્ડ બિનહરીફ (અનુ. પા.નં. ૭ પર)