નાનાપોઢામાં સર્પદંશના દર્દીને જીવતદાન
- byDamanganga Times
- 12 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા.તા.૧૧ ઃ કપરાડા તાલુકાની નાનાપોઢાની ચિરંજીવી હોસ્પિટલમાં ઍક જીવનદાયી ઘટના સામે આવી છે. જ્યાં ઝેરી સાપના દંશથી ગંભીર સ્થિતિમાં લાવવામાં આવેલા દર્દીને હોસ્પિટલની ટીમે સમયસર સારવાર આપી જીવ બચાવ્યો છે.કપરાડાના અંતરિયાળ વિસ્તારમાંથી વહેલી સવારે પોમુભાઈ નામના દર્દીને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાત્રે તેઓ જમીન પર સૂતા હતા અને પીઠના ભાગે ઝેરી સાપે દંશ આપ્યો હતો. આ ઝેરી સાપ ‘મનીયાર’ તરીકે ઓળખાય છે અને તે ભારતમાં જોવા મળતા સૌથી ઝેરી સાપોમાંનો ઍક છે.દર્દીની સારવાર કરનાર ડૉ. તૃ પટેલે જણાવ્યુ હતું કે આવા કેસમાં તાત્કાલિક સારવાર ન મળે તો જીવલેણ બની શકે છે. હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. દિવ્યેશ ચૌધરીઍ જણાવ્યું કે, ૅગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને ખાસ કરીને ચોમાસા અને ગરમીના સમયમાં સાવચેત રહેવું જોઈઍ. જમીન પર ઊઘવું જોખમી છે.