વાપીમાં ફૂટપાથ પાર્કિંગ અને દબાણ માટે છે ?
- byDamanganga Times
- 12 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી મહાનગર પાલિકા હદવિસ્તાર હવે ખૂબ જ મોટો બન્યો છે અને શહેર અને ગામડાઓમાં ગગનચુંબી ટાવરોનું વાપી શહેર બની રહ્નાં છે અને બની પણ ગયું છે ત્યારે વાપીમાં જોઈઍ તો વ્યક્તિદીઠ કરતા કારણને બાઈક વધુ થઈ ગયા છે પરંતુ ર્પાકિંગની કોઈપણ સુવિધા મોટા ભાગે નહીં હોવાથી લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરી રહ્ના છે જેને લઈ વાપીમાં ર્પાકિંગની ચિંતા અને વ્યવસ્થા થવી જરૂરી છે.
પરંતુ અહીં નાગરિકોની સલામતી અને સુવિધાનું આયોજન ભુલાઈ જ ગયું છે. ખાસ કરીને વાપીમાં પગપાળા ચાલતા ફરતા લોકો રાહતારીઓ ફૂટપાથ ઉપર ચાલી શકે છે ખરા અરે વાપી બજારની ફૂટપાટ છે.
જ્યાં નગરપાલિકાઍ વાપી શહેર ચલા અને ડુંગરા વિસ્તારમાં કોઈપણ જાતના આયોજન વગર આડેધડ સિમેન્ટના જંગલો બનાવવા માટે આપેલ મંજૂરીને લઈ ઉપરોક્ત સમસ્યા પણ ઊભી થઈ રહી છે જોકે વાપી નગરપાલિકા દ્વારા તે સમયે વાપીના મુખ્ય બજારમાં બનાવેલ ફૂટપાથ ઉપર તો સ્થાનિક દુકાનદારોઍ માલ સામાન મૂકીને કબજો કરાયો છે સાથે મોટાભાગના વિસ્તારમાં તેઓની દુકાન અને રહેણાંક વિસ્તાર સામે ઠેર ઠેર ગેરકાયદે ર્પાકિંગ થાય છે અને જ્યાં ખાલી જગ્યા રહી છે ત્યાં લારી ગલ્લાવાળા તથા પાથરણા વાળા દ્વારા અડ્ડો જમાવી લીધો છે અને ખાસ કરીને પોલીસ વિભાગે વિવિધ ગુનાઓમાં ડીટેન કરેલ વાહનો પણ રસ્તા અને ફૂટપાટ ની બાજુમાં પાર્ક કરેલા હોય છે.
જેને લઇ રાહદારીઓ માટે ફૂટપટ ચાલવા માટે રહી નથી ઉપયોગ માટે બનાવેલ ફૂટપાથ ઉપર કબજો જમાવી બેઠેલા સામે કાર્યવાહી કરવી જરૂરી છે જોકે વાપીમાં ટ્રાફિક પોલીસ વિભાગ મૂક પેક્ષક બની બેઠી છે. ખાસ કરીને પોલીસ વિભાગ માત્ર જંકશન તથા ચાર રસ્તા ત્રણ રસ્તા જેવા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ તથા ટી આર બી જવાનો ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રાખે છે. પરંતુ તેઓ ટ્રાફિકની સમસ્યા હલ કરવાને બદલે પોતાના હાથમાં રહેલું રમકડું મોબાઇલમાં જ રહે છે અને ખાસ કરીને તેઓ બહારગામ થી આવતા વાહનો તેમજ બાઈક અને મોપેટ ચાલક ને ટાર્ગેટ બનાવી તેઓને મેમો આપવા કે ઝડપી પાડી દંડ કરવા માટે જ હોય છે.
જે અંગે પણ જિલ્લા પોલીસવાળા અને ટ્રાફિક વિભાગ દ્વારા આવા બે જવાબદાર સામે સીસીટીવી ફૂટેજ જોઈ કાર્યવાહી કરવી જરૂરી છે.