વલસાડના ૭ ગામોમાં સરપંચ માટે ૫૪ અને વોર્ડ સભ્યો માટે ૧૭૬ ઉમેદવારી
- byDamanganga Times
- 11 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માં જિલ્લાની ૬૪ ગ્રામ પંચાયતની સામાન્ય બેઠક અને સરપંચની ૭ બેઠક ઉપર પેટા ચૂંટણી મળી કુલ ૭૧ બેઠક ઉપર સરપંચની ચૂંટણી આગામી ૨૨મી જુનના રોજ યોજનાર છે.
જિલ્લામાં સરપંચ પદ માટે ૨૩૨ ઉમેદવારો, ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને સભ્ય પદની ચૂંટણી મળી કુલ ૫૯૩ ઉમેદવારો મળી કુલ ૧૧૨૨ ઉમેદવારોઍ ઉમેદવારી નોંધાવી છે.
ગુજરાત રાજ્યની બાકી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી, ગ્રામ પંચાયતની સામાન્ય બેઠક, ગ્રામ પંચાયતના સભ્યોની, પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં કુલ ૬૪ ગ્રામ પંચાયતની સામાન્ય બેઠક અને સરપંચની સાત બેઠક તેમજ પેટા ચૂંટણી આગામી ૨૨ જૂનના રોજ યોજનારી છે. વલસાડ તાલુકાની મગોદ ડુંગરી, મગોદ, દાંડી ભાગલ, દાંતી, કકવાડી, સરોણ, સરપંચની બેઠકો તેમજ સાત જેટલા ગુંદલાવ, પાલણ, કેવાડા, કોચવાડા, કલવાડા પારનેરા, ઘડોઇ, સુરવાડા, જેવા ગામ પંચાયતના વોર્ડની ચૂંટણી મળી કુલ ૫૪ ઉમેદવારો જ્યારે વોર્ડ સભ્ય માટે કુલ ૧૭૬ ઉમેવારોઍ ઉમેદવારી નોંધાવી છે. વલસાડ તાલુકાના ભાગલ ગામની સરપંચની ચૂંટણીમાં આનંદ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે શ્રવણગામે વર્ષાબેન પટેલ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
આવતીકાલે ૧૧ જૂનના રોજ ઉમેદવારી ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે. કેટલા ઉમેદવારો ફોર્મ કે છે જે બાદ સ્પષ્ટ થશે. જિલ્લામાં સરપંચ પદ માટે ૨૩૨ ઉમેદવારો , ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને સભ્ય પદની ચૂંટણી મળી કુલ ૫૯૩ ઉમેદવારો મળી કુલ ૧૧૨૨ ઉમેદવારોઍ ઉમેદવારી નોંધાવી છે.