Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

નવસારીમાં સરપંચ માટે ૫૩ તેમજ સભ્યપદ માટે ૧૫૪ ફોર્મ ભરાયાં

નવસારીમાં સરપંચ માટે ૫૩ તેમજ સભ્યપદ માટે ૧૫૪ ફોર્મ ભરાયાં

નવસારી, તા. ૧૦ ઃ  રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે.  આ ચૂંટણી કાર્યક્રમ મુજબ નવસારી જીલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ રોજ નિયત કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણીમાં તા.૦૯/૦૬/૨૦૨૫ ના રોજ સુધીમાં સરપંચ ઉમેદવારો માટે કુલ- ૫૩ તેમજ સભ્ય માટે કુલ-૧૫૪ જેટલા ફોર્મ ભરાયાં છે.  તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી (સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ) અને નિવાસી અધિક કલેકટર, નવસારીની યાદીમાં જણાવાયું છે.