Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

પારડી વીજ કંપની દ્વારા આધુનિક ઈલેક્ટ્રોનિક સિસ્ટમ મુકાઈ

પારડી વીજ કંપની દ્વારા આધુનિક ઈલેક્ટ્રોનિક સિસ્ટમ મુકાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ દક્ષિણ ગુજરાત વીજ કંપની પારડી દ્વારા પારડીના જુદા જુદા વિસ્તારોમાં ગ્રાહકોની સુવિધા માટે આધુનિક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ મૂકવામાં આવ્યું છે આ સિસ્ટમથી લોકોને વીજળી પુરવઠા બંધ થયા બાદ પણ અન્ય વિસ્તારમાંથી વીજળી પુરવઠો તાત્કાલિક મળી શકશે પારડી વિસ્તારના અલગ અલગ ઠેકાણા પર દક્ષિણ ગુજરાત વીજ કંપની પારડીના કર્મચારીઓઍ હાલમાં નવો આધુનિક ઈલેક્ટ્રીક સિસ્ટમ મૂકવાની કામગીરી શરૂ કરી છે. આ સિસ્ટમથી જે તે ફીડરમાં જ્યારે વીજળી બંધ થશે કે કોઈ ફોલ્ટ આવશે ઍટલે તાત્કાલિક કર્મચારીઓને ખબર પડશે અને ફોલ્ટ શોધવાની જરૂર પડશે નહીં ઍ જ રીતે આ સિસ્ટમ થકી જે વિસ્તારમાં વીજળી પુરવઠો બંધ થયો હશે ઍ વિસ્તારમાં અલગ વિસ્તારમાંથી તાત્કાલિક સિસ્ટમ થકી વીજળી પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે ઍટલે ગ્રાહકોને તાત્કાલિક વીજળી પુરવઠો મળી શકશે ફોલ્ટ આવ્યા બાદ કલાકો સુધી જે વીજળી બંધ રહેતી હતી તે હવે સમસ્યા દૂર થઈ જશે. ધારાસભ્ય કનુભાઈ દેસાઈના વિકસિત પાર્ટી અભિયાન થકી પારડી સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ વીજળીના વાયરો થી સજ્જડ થઈ ચૂક્યો છે અને હવે આધુનિકરણ લોકોને વધુને વધુ સુવિધા આપશે આમ પારડી પંથકમાં વીજળી વિભાગ દ્વારા આધુનિકરણ સિસ્ટમ થકી પારડી પંથકની જનતાને સતત વીજળી પ્રવાહ મળી શકે ઍવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.