Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

પરિયાથી રોહિણા તરફ જતો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન

પરિયાથી રોહિણા તરફ જતો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા.૧૦ ઃ પારડી તાલુકાના પરિયા ગામ થી રોહિણા ગામ થઈને ગોઇમા ગામ તરફ જતા રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે. રસ્તો ખરાબ થઈ ગયો છે જેના કારણે લાંબા સમયથી આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્ના છે. આ રસ્તો નવો બનાવવામાં આવે ઍ ખૂબ જ જનતાના હિતમાં જરૂરી બની ગયું છે પરિયા ગામથી ખૂટેજ રોહીણા બરઈ અને ગોઈમા ગામ થી છેક નાનાપોન્ડા સુધી ના માર્ગને જોડતા પરિયા રોહિણા મુખ્ય માર્ગ ચોમાસા થી ખરાબ છે આ માર્ગમાં હાલના તબક્કે મોટા ગાબડા પડી ગયા છે ઠેર ઠેર રસ્તો ખરાબ થઈ ગયો છે જેના કારણે સ્થાનિક વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્ના છે ઍમનો ટાઈમ બગડી રહ્ના છે ઍમના વાહનો બગડી રહ્ના છે અકસ્માતો સર્જાઈ રહ્ના છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ રસ્તા નું નવાની કરણ કરવામાં આવે ઍ જનતાના હિત માં ખૂબ જ જરૂરી બની ગયું છે તાજેતરમાં રસ્તો ખરાબ હોવાના કારણે આ વિસ્તારની મોટી સંખ્યામાં વસવાટ કરતી જનતા હેરાન થઈ રહી છે.