પારડી રેફરલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 11 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૦ ઃ દર્દીઓને ઈમરજન્સીના સમયમાં તાત્કાલિક લોહી મળી રહે ઍવા શુભ હેતુથી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ પારડી રેફરલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો માનવ આરોગ્ય સેવા કેન્દ્ર બ્લડ બેન્ક પારડીના સહકારથી રેફરલ હોસ્પિટલમાં વહેલી સવારના ૦૯ૅં૦૦ વાગ્યાથી રક્તદાન કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો અને બપોર સુધી આ કેમ્પ ચાલ્યો હતો બ્લડ બેન્કના ડોક્ટરની ટીમ અને સ્ટાફ દ્વારા રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી અને આ કેમ્પમાં લોકો સ્વયંભૂ આવીને રક્તદાન કર્યો હતો તાલુકા હેલ્થ ઓફિસર અને પારડી રેફરલ હોસ્પિટલના ડોક્ટર સરિતા બેન પારડી બ્લડ બેન્કના સંચાલક અજયભાઈ અશોકભાઈ ક્રિષ્નાની અને સ્ટાફ ની ટીમે સેવા બજાવી હતી તથા મહિનામાં ઍક વખત રક્તદાન કેમ્પ કરવાનું આયોજન સરકાર દ્વારા થયું હોય જેથી જાહેર જનતાને રક્તદાન કરવા માટે ડોક્ટરે અપીલ કરી હતી.