Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

પારડી પંથકમાં વેકેશન પૂર્ણ થતાં શાળાઅો શરૂ

પારડી પંથકમાં વેકેશન પૂર્ણ થતાં શાળાઅો શરૂ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ પારડી પંથકમાં સોમવારથી રાબેતા મુજબ વેકેશન પૂર્ણ થતા શાળાઓ ચાલુ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ ફરીથી શાળામાં પોતાના અભ્યાસ માટે વિશાળ સંખ્યામાં આવતા થયા છે આ વર્ષે ધોરણ ૧ થી ૧૨ સુધીનું દરેક શાળાઓમાં ખૂબ જ સારું પરિણામ આવ્યું છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પારડી પંથકની શાળાઓમાં સારું પરિણામ લાવી પરીક્ષાઓમાં પાસ થયા છે સોમવારથી પારડી પંથકની શાળાઓ વેકેશન બાદ ફરીથી ધમ ધમતી થઈ છે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં આવતા થયા છે ત્યારે અગામી દિવસોમાં શાળામાં શિક્ષકો દ્વારા ચોક્કસ અભ્યાસ કરાવવામાં આવે અને વિદ્યાર્થીઓ ટ્યુશન વગર પાસ થાય ઍ માટેની તકેદારી રાખવાની જરૂર છે.