લીંબુ ચમચી થી ‘લૈલા મૈ લૈલા’ સુધીની ‘સ્ટ્રીટ ફોર ઓલ
- byDamanganga Times
- 10 June, 2025

આસપાસ - ગિરિશ પટેલ, વાપી
રામલાલ અને શ્યામલાલ રાબેતા મુજબ વહેલી સવારે ઉઠીને ચાલવા નીકળ્યા અને વાતો કરવા માંડ્યા.
રામલાલ- ગામમાં શું નવાજૂની ચાલે છે, મારા ભઈ !!
શ્યામલાલ- નોટિફાઈડે ર્હોડિંગ્સોમાં ફેસીલીટીઓના ફોટાઓ, ફોન નંબર સહિત મુકીને જાહેરાતો કરવા માંડી છે. હાઈવેની બીજી તરફ વાપી મહાનગરપાલિકાના આઈંઍઍસ ઓફિસરે ધનાધન દબાણો હટાવીને ઝડપથી સિમેન્ટના રસ્તાઓ ઍકબાજુથી ઝડપભેર બનાવવા જ માંડયા છે.
રામલાલ- આઈઍઍસ કમિ‘રની ઍન્ટ્રીથી ગામના ભંગારના ગેરકાયદેસર ગોડાઉનો પર જેસીબી ફરવા માંડયા અને છુપાયેલા સાંકડા રસ્તાઓનું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
શ્યામલાલ- છુપાયેલા સાંકડા રસ્તાઓ પર કોઈનું ધ્યાન ના હોય ઍટલે ગેરકાયદેસર દબાણો થઈ જ જતા હોય છે.
હવે વાપી મહાનગરપાલિકા રેલ્વે અન્ડરપાસ અને ઓવરબ્રિજોની ગોકળગાયની ગતિને ઝડપી બનાવી આપે ઍવી આશા, ટ્રાફિકની પારાવાર સમસ્યાઓથી પીડીત મતદારોને બંધાવવા માંડી છે.
રામલાલ- ઍમાં તો બીજા પણ ઘણા તંત્રોનો સહકાર મળવો જોઇઍ. હવે અંબાલાલે વાવાઝોડાની અને વહેલા ચોમાસાની આગાહી કરી છે, ત્યારે વાપી અતુલ સોસાયટી પાસેનો અન્ડરપાસ શરૂ થઈ જાય તો સારું.
શ્યામલાલ- ઍ વાત તો સાચી છે કે અતુલ સોસાયટી નજીકના રેલવે અન્ડરપાસ શરૂ થઈ જશે તો લોકોને ફાટક વિનાની અવરજવરમાં સુવિધા મળશે અને જે ટાઈપ ગરનાળામાંથી પણ પસાર થવાય જ છે ને !!
રામલાલ- હાસ્તો, બુમો મારવાનો હક્ક લોકશાહીમાં છે જ, પણ સારું હોય તો ઍને બિરદાવવાનું કલ્ચર પણ હોવું જરૂરી છે.
શ્યામલાલ- કલ્ચર પરથી યાદ આવ્યું કે આ વાપી ગુંજનથી જોધપુરવાલા સુધીના ‘સ્ટ્રીટ ફોર ઓલ’માં રવિવારે જુવાનિયાઓને મજા પડી ગઈ.
રામલાલ- આવો જલસો, બફારાની સીઝન કરતાં ડિસેમ્બરમાં યોજાયો હોય તો ઠંડીની ખુશનુમા સવારે લોકોને વધારે આનંદ આવે, આમાં લોકોના કપડાં પણ ચોંટી જાય ઍટલો બફારો થયો હતો.
શ્યામલાલ- જે હોય તે લૈલા મેં લૈલા ગીત પર અતિશય આધુનિક સ્કર્ટ પહેરીને થીરકતા ઝુમ્બા ડાન્સના તો લોકો દિવાના અને મસ્તાનાં થઈ ગયા હતા.
રામલાલ- હા ! ઍક ડાન્સ સામેથી લોકો ખસતાં જ નહોતા અને ઍકદમ ફાસ્ટ મ્યુઝિક સાથે વાઈબ્રેટ થતા ઝુમ્બા ડાન્સને જોનારા તો તાળીઓ સાથે અવાજો પણ કરતા હોય ઍવું લાગતું હતું.
શ્યામલાલ- શું લાગતું હતું ?? હતું જ ઍવું બધું. બધાને જલસો જ જલસો પડી ગયો હતો. જેમ ડ્રમ બીટ ફાસ્ટ થાય ઍમ ડાન્સની ઝડપ વધતી જતી હતી. લૈલા મે લૈલા ગીતમાં વચ્ચે ‘ ગુલું ગુલું ‘ આવે ત્યારે તો સામે નાચતી અને ટગર ટગર જોતી હોય ઍવી પબ્લિક તો ઉન્માદમાં હોય ઍવું લાગતું હતું.
રામલાલ- ‘સ્ટ્રીટ ફોર ઓલ’ નામ જ ઍટલે રાખ્યું હશે કે બધા જ આનંદ માણતા માણતા સાથે જલસા પણ કરે. જુવાનિયાઓ સાથે સાથે બાળકોની રમતો પણ હતી જ ને ! લંગડી, દોરડા ખેંચ, લીંબુ ચમચી વગેરે જેવી દોડમાં બધા જ હોંશભેર ભાગ લેતા હોય ઍવું લાગતું હતું જ !
શ્યામલાલ- હાસ્તો ! બાળકોને તો પોતાની રમતોમાં રસ હતો જ, થનગનતા યુવાનિયાઓને પણ રુમઝુમ કરતા ઝુમ્બામાં રસપ્રદ રસ પડ્યો હતો ઍની વાત છે, ઍટલે તને ઍમના બધાના મન કી બાત કીધી તને ! જુવાનિયાઓની તો માંગ હતી આઠ ના ટકોરે આવા તબિયત ખુશ થઈ જાય ઍવાં ડાન્સ રાખવા જોઈઍ.
રામલાલ- ડોબા ! અંધારામાં નાચીને તારે કરવું છે શું ? બાળકોને કકડીને ભૂખ લાગી હોય ત્યારે તને નાચકૂદ કરી ખાવુ છે.
શ્યામલાલ- ઍલા ભઈ, પણ અકળામણ થાય ઍવા મહિનાઓમાં દિવસે બફારો જ થાય, મહત્તમ લોકો ડિસેમ્બરમાં આવી સ્ટ્રીટ ફોર ઓલ યોજતા હોય ત્યારે નો પ્લાસ્ટિકના દિવસોની ઉજવણી સેટ કરી નાખવી જ હોય તો ઍ પણ રાત્રે આઠના ટકોરે ગોઠવાઈ જાય તો લોકોને પણ બફારામાં બટાકાની જેમ બફાઈ જવા કરતાં રાતે આઠના ટકોરે વાતાવરણમાં ઉકળાટ તો ઓછો લાગે !
રામલાલ- જો ભાઈ ! કોઈ કામ કરે તો કામમાં પથરો નહીં ફેંકવાનો !
શ્યામલાલ- ઍલા ભઈ ! બાળકોને ગમ્યું ઍ ઍમના માંબાપને પણ ગમ્યું પરંતુ માત્ર અને માત્ર જુવાનજોધ જુવાનિયાઓને ઘેલું લાગ્યું ઍની રસપ્રદ નોંધ તો લેવી પડે ને ! રંગીન તબિયતના કોંગ્રેસી શશી થરૂરે ભાજપ મંડળીમાં નિયુક્તિ પામીને અમેરિકામાં મસ્તીભયુઁ રોમેન્ટિક ગીત ગાયું, ‘ઍક અજનબી હસીના સે યું મુલાકાત હો ગઈ’. જે સોશિયલ મીડિયામાં કેટલું સુંદર વાયરલ થયુ છે. ઍ તે જોયું ?
રામલાલ- ઍ તો મેં પણ જોયું ઍક વાત તો માનવી પડે શશી થરૂરની પર્સનાલિટી તો જબરદસ્ત મનમોહક જ છે. વહેલામોડા પક્ષપરિવર્તન કરીને ઍ પણ કેરેલામાં સત્તાસ્થાને રાજ તો કરશે જ !
શ્યામલાલ- જોયું શશી થરૂર માં મનમોહક શબ્દો આવ્યા તો ઍ બરાબર, મેં જરા શું ધ્યાન ખેંચ્યું તો તને કેમ પેટમાં ચૂંક આવે છે.
રામલાલ- સારુ ભાઈ સારું! ચાલ મારા ભઈ ટોપિક જ બદલી કાઢીઍ. આપણે કાંઈ ઍમઍલઍ અને ઍમપી થોડા છીઍ કે ‘મારુ - તારું કર્યા કરીઍ’.
શ્યામલાલ- સારી વાત ઍ છે કે હાલ વાપીમાં મહાનગરપાલિકાને કારણે આઈઍઍસની થયેલી પધરામણીથી તળિયાઝાટક ફેરફારો થવા માંડયા છે. આપણા કનુભાઈ દેસાઈના પ્રયાસોથી રેલ્વે અન્ડરબ્રિજો અને ઓવરબ્રિજો ઍકવાર સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયા પછી વાપીમાં ટ્રાફિક વ્યવસ્થામાં જબરદસ્ત સુધારો થઈ જશે. બિલખાડીથી શરૂ થયેલા તમામ પ્રશ્નોના સોલ્યુશનો હવે પુરા પણ થવા આવ્યા છે. લોકો પાસે નવી માંગણી પણ ખૂટી પડી છે.
રામલાલ- હજુતો બંધ પડેલ ટ્રેઝરી ઓફિસમાં રંગરોગાન ચાલી રહ્ના છે, ત્યાં ડીવાયઍસપી ઓફિસ શિફટ થશે. બંબાખાનાની બાજુમાં નવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર તૈયાર થશે. અને સાવ જુની રજુઆતના હવે થનાર અમલમાં દમણગંગા કિનારે જબરદસ્ત ટ્રાન્સપોર્ટ નગર આકાર પણ પામશે, જેમાં લાઈટિંગ, ર્પાકિંગ, સિક્યુરિટી, બાથરૂમ ટોયલેટ અને સંભવિત ડોરમેટરી પણ બનવાની સંભાવના રહેલી છે.
શ્યામલાલ- તો તો લોકો કામ વગર વાપી દમણ રેલ્વે ઓવરબ્રિજ ની ધીમી ગતિના ઢોલ નગારા વગાડી રહ્ના છે. ઍમઍલઍ કનુભાઈ દેસાઈ ઍમના બનતા પ્રયત્નોમાં ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરને મિટિંગમાં કડક સુચના આપી શકે, દબાણ લાવી શકે પરંતુ દમણમાં પણ અન્ય કોન્ટ્રાક્ટ કરતા આ કોન્ટ્રાક્ટરને દમણમાં માણસો વધારે રાખવા પડતા હશે, જેથી અહીં રેલ્વે ઓવરબ્રિજના પાળીયા જેવા પાયા પર સળીયા પણ કટાઈ ગયા તોય ઍમની ઝડપ આવતી નથી. હશે હવે બધાના નસીબમાં ઍ બ્રિજ હશે ત્યારે થશે.
રામલાલ- લોકોઍ પણ શાંતિ રાખવી જોઈઍ. શાંતિથી જીવન જીવવાની આદત કેળવવી જોઈઍ. મુકેશ અંબાણી ઍન્ટિલિયા બંગલામાં આરસના જમવાનાં ટેબલ પર બેઠાં હોય, સામે સિલ્વર પ્લેટમાં,મીઠાં વગરનું,મરચાં વગરનું, મસાલા વગરનું, ભીંડાનું શાક અને ઘી વિનાની રોટલી હોય , મીનરલ વોટર ગરમ કરેલું હોય ઍ વાત પણ શક્ય છે. કરોડોનું ઘર, દસ નોકરો જમવાનું પીરસતાં હોય, ઍસી ચાલુ હોય, પરંતુ ઇમારતોની નીચે તો પ્રદૂષણનો ધુમાડો જ વહી રહ્ના હશે ને ! અંબાણી જેવા બીજા કરોડપતિઓ પણ આવા જ વાતાવરણમાં જમી રહ્ના હશે.
શ્યામલાલ- બીજી બાજુ જોતાં, મારા ગામમાં રિટાયર્ડ માસ્તરો ખેતરમાં ખૂબ જ ઘટાદાર ઝાડ ની નીચે બેઠા હોય. ત્યાં મસાલેદાર ભીંડા નું શાક, ઘીવાળી રોટલી, સાથે ડુંગળી અને અને લીલાં વઘારેલા મરચાં અને પીવા માટે વાસણમાં ઠંડુ પાણી હોય. સામે લીલા ખેતરો, પવન લહેરાતા પાક, ઠંડી પવન, પક્ષીઓ નો કલરવ સંભળાતો હોય, ઍવું પણ નજરે જોયું છે.
રામલાલ- ઍક વાત તો સાચી કે સંખ્યાબંધ ઓવરબ્રિજો, ઍરકંડિશન્ડ ઓફિસો અને ભવ્ય રહેઠાણો, આધુનિક રેસ્ટોરન્ટૌ, ઉઘાડા ઝુમ્બા ડાન્સો જેવી ઍડવાન્સ સુવિધાઓ સામે વાપી આસપાસના ગામડાઓમાં પણ શુધ્ધ હવાપાણી વચ્ચે ગરમીમાં લીંબુ પાણી પીને પણ જલસાની જીંદગી જીવતો માણસ પણ જોરદાર જલસો જ કરે છે.
શ્યામલાલ- ઍટલે જ તો ‘લોભ ને થોભ હોવો જરૂરી છે.’