અતુલ કંપની દ્વારા વૃક્ષારોપણ સહીત અન્ય કાર્યક્રમો યોજાયા
- byDamanganga Times
- 10 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ અતુલ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે વૃક્ષારોપણ, નિબંધ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરાનાં બદલામાં ભેટ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે પર્યાવરણની જાળવણી અંગે લોકહિત અને જનજાગૃતિ માટે અતુલ કંપની દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે વૃક્ષારોપણ, નિબંધ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરાનાં બદલામાં ભેટ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આજુબાજુના ગામના સરપંચો અને અતુલ લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ વિવેક ગદરે, ગૌતમ દેસાઈ, હૃદય દેસાઈ, વિનય દેસાઈ તથા અન્ય અધિકારીઓ હાજર રહ્ના હતા અને પર્યાવરણ સંરક્ષણ ને વેગ આપવા ૧૫૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
અતુલ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃતિઓ જેવી કે પોસ્ટર કોમ્પિટિશન, કવીઝ કોમ્પિટિશન અને નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતુલ કંપનીના કર્મચારીઓ અને અતુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પર્યાવરણ દિવસની થીમ ર્ગ્ફૂદ્દ ર્ભ્શ્રીસ્ન્દ્દજ્ઞ્ણૂ નાં અનુસંધાનમાં પ્લાસ્ટિક કચરાનાં બદલામાં લોકોને સરપ્રાઈઝ ભેટ આપવામાં આવી હતી. જેનાથી લોકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવી શકાય.
પર્યાવરણને પ્રાથમિકતા આપવામાં સદા અગ્રેસર ઍવી અતુલ કંપની દ્વારા પર્યાવરણ ના જતન માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.અને જનજાગૃતિને વેગ આપવા વૃક્ષોરોપણ અને તેના મહત્વ વિષે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.