વાપીની આર.કે. દેસાઈ કોલેજના ઈન્ટરવ્યુમાં વિદ્યાર્થીઅોને ૩ લાખથી વધુનું વાર્ષિક પેકેજ અપાયું
- byDamanganga Times
- 10 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વાપીમાં આવેલી આર.કે.દેસાઈ કોલેજમાં ગ્.લ્ણૂ , ગ્.ઘ્.ખ્ માં શનિવારે કેમ્પસ ઇન્ટરવ્યૂનું આયોજન થયેલું હતું જેમાં કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. વાપીની ખ્યાત નામ મહેન્દ્રા લોજીસ્ટીક દ્વારા ૩ લાખથી વધુનું વાર્ષિક પેકેજ સાથે કોલેજના વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી હતી. આ આયોજન કોલેજના અધ્યાપકોના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. કોલેજ કેમ્પસમાં વિવિધ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના પોતાના પગભર બની પોતાનું સારું ઍવું જીવન વ્યાપન કરી શકે ઍ હેતુ થી આયોજન કરવામાં આવ્યુ હતુ અને આ ઇન્ટરવ્યૂમાં ૮ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ તથા ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહઍ શુભેચ્છા પાઠવી હતી.