Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

અટકપારડીમાં ભત્રીજાઅોઍ જમીનનું ખોટુ લાભુ બનાવી ઍન્ટ્રી પડાવી દેતા ફરિયાદ

અટકપારડીમાં ભત્રીજાઅોઍ જમીનનું ખોટુ લાભુ બનાવી ઍન્ટ્રી પડાવી દેતા ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૮ ઃ વલસાડનાં અટકપારડી ગામે આવેલી કિંમતી જમીન ભત્રીજો અને બે ભત્રીજી ઍ ખોટી વહેચણી લેખ અને લાભાખત બનાવી સરકારી કચેરીમાં ખોટી હકીકત દર્શાવી છેતરપિંડી કરતાં કાકાઍ ભત્રીજી અને ભત્રીજા સામે  વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વલસાડ નજીકના ધરમપુર રોડ પર અટકપારડી ગામે નવચેતન સોસાયટીની સામે રહેતાં જશવંતભાઈ બાબુભાઈ પટેલ, ઉવ.૬૮ઍ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે તેમનાં પિતા બાબુભાઈ મોરારભાઈ પટેલના સંતાનમાં ૪ દિકરા અને ૪ દિકરી હતાં. પિતા બાબુભાઈ મોશરભાઈ પટેલના નામે વલસાડના અટક પારડી ગામે આવેલ જુના રે.સ.નં ૭/૧/અ. જેનો નવો બ્લોક/સર્વે ૧૯વાળી જમીન ચાલી આવેલી છે. બાદ પિતાનું તા. ૧૭/૦૧/૨૦૦૩ના રોજ અવસાન થતાં મિલ્કતમાં, પિતાના વારસદારો તરીકે ભાઈઓ-બહેનો અને ફરિયાદોનું નામ ચાલતુ આવેલ છે. જે બાદ ભાઈ મનસુખભાઈ બાબુભાઈ સને ૨૦૧૫ની સાલમા અવસાન થતા તેમની દિકરી ટીનાબેન વિશાલ સકસેના, પ્રિતી મનસુખલાલ પટેલ અને દિકરો,  જયદિપ મનસુખલાલ પટેલનું નામ તેમના વારસદાર તરીકે ઉપરોક્ત મિલકતમાં સીધી લીટીના વારસદાર તરીકે વારસાઈ હક્ક પત્રક્રમાં નામ દાખલ કરાવેલ હતાં. જે નોંધ રેકોર્ડ દફતરે ફેરફાર નોંધ ૧૯૩૩થી તા.૧૦/૧૧/૨૦૧૫ના રોજ પાડવામાં આવેલ હતી. ત્યાર બાદ ભાઈ મનસુખભાઈ બાબુભાઈ પટેલના દિકરી અને દિકારાઓઍ જમીન પૈકી જમીનમાં પોતાનો હિસ્સો અલગ વહેચી નાખતા  ઍકદમ સ્તબધ થઈ ગયેલ કેમ કે કોઈની પણ મંજુરી સિવાય આ મિલ્કતની વહેચણી કેવી રીતે થઈ શકે જેથી ગઈ તા. ૦૧/૦૯/૨૦૨૩ ના રોજ જાહેર માહિતી અંતર્ગત મામલતદાર કચેરી માંથી મિલકન બાબતેના તમામ કાગળ માંગી વંચાણે લેતા જાણવા મળેલ કે આ કામના સામાવાળાઓઍ ખોટો વેચાણલેખ યાને લાભાખત બનાવી મિલ્કતની વહેચણી જાણ બહાર કરી લીધેલ છે. જે વેચાણલેખમાં જશવંત ભાબુભાઈ પટેલ, ઉત્તમ ભાકુંભાઈ પટેલ,  મોટાભાઈ મનસુખભાઈનો છે જે સને ૨૦૧૫ની સાલમા મરણ ગયેલ હતા. હસમુખભાઈ બાબુભાઈ લલીતાબેન બાબુભાઈ અને લલીતાબેન જે લલીતાબેન સને ૨૦૧૩ની સાલમાં મરણ ગયેલ હતા.  ઉર્મીલાબેન બાબુભાઇ  ઍ પણ ઉમીલાબેન, પદમાબેન બાબુભાઈ,  કલાવતીબેન બાબુભાઈ  મહીલાનો ફોટો લગાડેલ છે. અને ગામ નમુનો નંબર ૬ હકપત્રક જીના આ કામના આરોપીનાઓઍ પોતાના ભાગેબ્લોક/સર્વે નંબર ૧૯ના કુલ ક્ષેત્રફળ ૦-૫૦-૬૨ની વહેંચણ થતા જસવંતગાલ બાબુભાઈ,  ઉતમભાઈ બાબુભાઈ,  હસમુખભાઈ બાબુભાઇ,  વગીતાબેન બાબુભાઇ, ઽર્મિલાબેન બાબુભાઇ, પદમાબેન બાબુભાઈ તથા  કલાવતીબેન બાબુભાઈના હિસ્સે શ્લોક/સર્વે નંબર ૧૯ના કુલ ક્ષેત્રફળ ૦-૫૦-૩૨ની વહેંચણ થતા હિસ્સે ૪૦૪૪,૦૦ ચોરસ મીટર ખોટો વહેચણી લેખ અને સત્તાખત બનાવી સરકારી કચેરીમા સંમતી વગર વહેચેલ હોવાનું જાણવા મળતા વલસાડ સીટી. પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.