ગણદેવી બે અકસ્માતોમાં બેનાં મોત ઃ બે ગંભીર
- byDamanganga Times
- 09 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૮ ઃ અમલસાડ ગામે હળપતિવાસ માં રહેતા અને સચીન ટેક્ષટાઈલ કંપનીમાં નોકરી કરતો મિતેશ રમણભાઈ રાઠોડ (૨૭) રવિવાર રાત્રે પોતાનાં બે મિત્રો પ્રતિક દિપકભાઇ પટેલ(અમલસાડ) અને મિતેશ રમણભાઈ સરૈયા (સરીબુજરંગ) સાથે ઘરેથી સુઝુકી ઍક્સેસ મોપેડ નં.જીજે ૨૧ ડીડી ૪૨૮૨ ઉપર સવાર થઈને કામ અર્થે ગણદેવી આવ્યા હતાં. જ્યાં કામ આટોપીને મધ્યરાત્રીના ૧૧ કલાકે મોપેડ ઉપર સવારી કરી ત્રણેય મિત્રો ઘરે પરત ફરતા હતાં. તેમની મોપેડ ધનોરી ચાર રસ્તા નજીકથી પસાર થતી હતી. તે વેળા ઍકાઍક રોંગ સાઈડથી મહેન્દ્ર ટ્રેકટર ધસી આવી મોપેડને અડફેટે લેતા મોપેડ ચાલક મિતેષ રાઠોડ ઉપર ટ્રેકટર ટ્રોલીનું વ્હીલ ફરી વળ્યું હતું. જેને પગલે મિતેશને માથા શરીરે ગંભીર ઇજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જયારે મોપેડ સવાર બંને મિત્રો પ્રતીક અને મિતેશને ઇજાઓ સાથે નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. સમગ્ર મામલે મૃતકના મોટાભાઈ રાજેશ હળપતિની ફરિયાદ આધારે ગણદેવી પોલીસઍ આરોપી ટ્રેક્ટર ચાલક નરેશ રવજીભાઈ હળપતિ રહે. નળાકુઈ ફળીયા, ગણદેવા, તા. ગણદેવી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો બનાવ ગણદેવી નજીક ને.હા. નં.૪૮ ઉપર મટવાડ ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર બન્યો હતો. જેમાં મટવાડ ગામે હળપતિવાસમાં રહેતા શ્રમજીવી ચંદુભાઈ જીવણભાઈ હળપતિ (૫૦) રાત્રે ૮ કલાકના અરસામાં પોતાના ઘરે પગપાળા જઈ રહ્નાં હતાં. તે સમયે બ્રેઝા કાર ઍમઍચ ૦૪ જેવી ૪૫૨૮ પુરપાટ ઝડપે ગફલત ભરી રીતે પાછળથી આવી ચંદુભાઈ હળપતિને ઉડાવતા ગંભીર ઇજા થવાથી તેમનું લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકના પુત્ર કૌશિક ચંદુભાઈ હળપતિ (૨૧)ઍ ગણદેવી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે બ્રેઝા કાર ચાલક નરસિંગ ભોમારામ ચૌધરી (૩૨) રહે. ભાંઈદર, જિ. થાણે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.