Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

આહવામાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી કરાઇ

આહવામાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી કરાઇ

(દમણગંગા ટાઈમ્સ)

આહવા, તા. ૦૮ ઃ ૫ મી જૂન ‘વિશ્વ પર્યાયવરણ દિવસ’ ની ઉજવણી નિમિત્તે આજરોજ ડાંગ જિલ્લા ઉત્તર વન વિભાગ દ્વારા આહવાની ગીતાંજલિ સ્કૂલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી ‘વિશ્વ પર્યાયવરણ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્તર ડાંગ વન વિભાગના મદદનીશ વન સંરક્ષક  રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આપણાં સ્વાસ્થ્યને સારું અને સ્વસ્થ રાખવા તેમજ શરીરને ટકાવી રાખવા માટે સ્વચ્છ ચોખ્ખી આબોહવા મળી રહે તે માટે જંગલને બચાવવું અને વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે. 

અભિયાન અંતર્ગત ઉત્તર ડાંગ વન વિભાગની કુલ ૮ રેંજમાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણનો અંતની થીમ અંતર્ગત પ્લાસ્ટિક થી થતા પ્રદૂષણ અંગે લોકોમાં જાગૃતતા લાવવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, તેમજ પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે લોકોને જાગૃત કરવા આહવાન કર્યું હતું.