Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ચીખલી મલવાડાથી દારૂ ભરેલ કાર સાથે ૪ ઝડપાયા ઃ ૨ વોન્ટેડ

ચીખલી મલવાડાથી દારૂ ભરેલ કાર સાથે ૪ ઝડપાયા ઃ ૨ વોન્ટેડ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૫ ઃ ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર અવારનવાર વાહનોમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે ચીખલી પોલીસે બુધવારે મોડી રાત્રે મલવાડા ઓવરબ્રીજ પાસે વોચ રાખી કાર નંબર જીજે ૦૫ જેઍમ ૯૧૮૨ ને આંતરિ ગાડીની તલાસી લેતા ગાડીમાંથી વિસ્કીની નાની મોટી બાટલી નંગ ૨૫૭ મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૭૧, ૨૮૦ ગણવામાં આવી છે. જ્યારે ગાડીમાંથી પકડાયેલા ચાર શખ્સો પાસેથી ચાર નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા ૨૧,૦૦૦ તેમજ ગાડીની કિંમત રૂપિયા ૩,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૫,૪૨, ૨૮૦નો મુદ્દામાલ કબજે કરી ગાડીમાં સવાર પિયુષ નરેશ કાશીરામ થુલ, મયુર નરેશ કાશીરામ થુલ બંને રહે. મહીધરપુરા ધોબી શેરી પ્લોટ નંબર ૬૬/ ૬૭ સુરત, ફેનિશ મહેશ છગનલાલ રાણા રહે. ઉષાનગર ૨૦૪ સિદ્ધિ વિનાયક મંદિર ઉધના સુરત, ફેનિલ  મનીષ મણીલાલ રાણા રહે. ઉંમરપાડા ટેનામેન્ટ ડી/ ૮- ૪૩ કિનારી ટોકીઝ ૪૯૧ માર્કેટની પાછળ આંજના કપિલા દરવાજા સુરત આ ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર સેલવાસના નિલેશ ઉર્ફે નીલ (હરિયાણા) તેના પુરા નામ ઠામની ખબર નથી, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર હેમંત રાણા રહે. સલાબતપુરા, સુરત આ બે શખ્સોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઍસઆઇ ઍચ.ઍસ.પટેલ કરી રહ્ના છે.