Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

વાપીમાં ૭મીઍ પોકેટ ગાર્ડન, ગ્રીન બેલ્ટનું લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

વાપીમાં ૭મીઍ પોકેટ ગાર્ડન, ગ્રીન બેલ્ટનું લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૫ ઃ વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસને ધ્યાને લઈ આગામી સાતમી જૂનના રોજ રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે પોકેટ ગાર્ડન, ગ્રીન બેલ્ટ તથા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ ફલાય ઓવરબ્રિજના નીચે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે.

પ્રા વિગત મુજબ વાપી જીઆઇડીસીમાં વિશ્વ પર્યાવરણ દિવસને ધ્યાને લઈ તા.૭-૬- ૨૦૨૫ને શનિવારના રોજ ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે વાપી જીઆઇડીસી ચાર રસ્તા ખાતે આવેલ પોકેટ ગાર્ડન અને ઍસ્સેલ માઇનીગ કંપનીથી ઍન. આર. અગ્રવાલ પેપરમીલ સુધીના બેલ્ટ ઉપર આવેલ ગ્રીનબેલનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ ફલાય ઓવરબ્રિજ નીચે આવેલ ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ તથા વાપી જીઆઇડીસીના સીઈટીપી પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન વીઆઈઍ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાપી જીઆઇડીસી વાપી કચેરી નોટિફાઇડ ઍરીયા વાપી અને વાપી ગ્રીન ઍન્વાયરો કંપનીના સહયોગથી આ કાર્યક્રમ યોજાશે.