પારડી હાઈવે પર વાહન અડફટે અજાણી મહિલાનું મોત
- byDamanganga Times
- 06 June, 2025

વલસાડ, તા. ૫ ઃ પારડી તાલુકામાં ને.હા.નં. ૪૮ ઉપર વલ્લભઆશ્રમ સ્કૂલ પાસે વાપી થી સુરત તરફ જતા હાઈવે પર ત્રીજા ટ્રેક તથા સર્વિસ રોડની વચ્ચે આવેલી રેલીંગની બાજુમાંથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ૪૦ થી ૪૫ વર્ષીય અજાણી મહિલાને અડફેટે લઈ અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. મહિલાને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજયુ હતું. મૃતકનું પારડીની સરકારી હોસ્પિટલમાં પી.ઍમ. કરવામાં આવ્યુ હતું. પારડી પોલીસે અજાણી મૃતક મહિલાના વાલી વારસોની શોધખોળ આદરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી કોઈને આ અજાણી મહિલાના વાલી વારસોની ભાળ મળે તો પારડી પોલીસ મથકે જાણ કરવા માટે અખબારી યાદીમાં જણાવાયુ છે.