ઉમરગામમાં જિલ્લા ટાસ્ક ફોર્સના આકસ્મિક ચેકિંગમાં ૧૮ દુકાનદાર દંડાયા
- byDamanganga Times
- 06 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૫ ઃ ગુજરાત રાજ્યમાં તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા અને રાજ્યમાં તમાકુ નિયંત્રણ અધિનિયમના અમલીકરણ માટે વલસાડ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુષાંગિક નિયમ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે. ઉમરગામ તાલુકાનાં જીઆઈડીસી અને રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટાસ્ક ફોર્સ આરોગ્ય વિભાગ (તમાકુ નિયંત્રણ સેલ), શિક્ષણ વિભાગ, ફૂડ અને ડ્રગ અને પોલીસ વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમ્યાન કુલ ૧૮ દુકાનદારો પાસેથી ૩૬૦૦નો ઘ્બ્વ્ભ્ખ્-૨૦૦૩ સરકારની ગાઈડ લાઈન મુજબ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આરોગ્ય અને શિક્ષણ વિભાગ સાથે મળી ૩૧મી મે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયા હતાં. જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સોશિયલ વર્કર અલ્પેશ પટેલ દ્વારા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગેની રૂપરેખા તેમજ તમાકુથી થતા રોગો, ઍક્ટ વિષે માહિતી આપી હતી. વલસાડ જીલ્લાની તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ અલગ અલગ આઈઈસી પ્રવૃતિઓ અને વ્યસન મુક્તિ અંગેના સેમિનાર કરી સમજણ આપી હતી.