Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ગણદેવીમાં વીજ કંપનીની પ્રિ-મોન્સૂન કામગીરી

ગણદેવીમાં વીજ કંપનીની પ્રિ-મોન્સૂન કામગીરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા. ૦૫ ઃ ચોમાસા દરમિયાન આવનારા પડકારોનો અત્યારથી જ સામનો કરવા ગણદેવી વીજ કંપની ઍ ગણદેવી પાલિકાના સથવારે વિવિધ વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી હતી.

 ગણદેવી નગરપાલિકા અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીઍ સુચારુ વીજ પુરવઠો પૂરો પાડવા માટે પ્રિ મોન્સૂન કામગીરી હાથ ધરી હતી. જેમાં ગણદેવી બજાર ચંડીકા માતા ચોક પાસે બુધવારે શોર્ટ સર્કિટ ટાળવા લટકતા વાયરો, ઢીલા જંપરો, સ્વીચ સહિત અનેક ક્ષતિઓ દૂર કરાઇ હતી. ચોમાસામાં વીજ પુરવઠો યથાવત જાળવી રાખવા વીજ કંપની તકેદારી દાખવી રહી છે. ધોમધખતા તાપ વચ્ચે વીજકંપની કર્મચારીઓ કામ કરી રહ્ના છે. વીજ લાઇનને નડતરરૂપ વૃક્ષ ડાળખી દૂર કરાઇ હતી. જેને કારણે આગામી ચોમાસાની ઋતુ માં વીજ પ્રવાહ સુચારુ થવા સાથે વીજળી ડુલની સમસ્યા દૂર થશે.