Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી આહવાની ગીતાંજલી સ્કુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી આહવાની ગીતાંજલી સ્કુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

આહવા, તા. ૦૫ ઃ ૫ મી જૂન ‘વિશ્વ પર્યાયવરણ દિવસ’ ની ઉજવણી નિમિત્તે આજરોજ ડાંગ જિલ્લા ઉત્તર વન વિભાગ દ્વારા આહવાની ગીતાંજલિ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજી ‘વિશ્વ પર્યાયવરણ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે ઉત્તર ડાંગ વન વિભાગના મદદનીશ વન સંરક્ષક  રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આપણાં સ્વાસ્થ્ય ને સારું અને સ્વસ્થ રાખવા તેમજ શરીરને ટકાવી રાખવા માટે સ્વચ્છ ચોખ્ખી આબોહવા મળી રહે તે માટે જંગલને બચાવવું અને વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે. 

વધુમાં તેઓઍ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે  ૫ મી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી નિમિત્તે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતતા આવે અને પર્યાવરણ માંથી પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર થાય તે માટે ૨૨ મે થી ૫ મી જૂન દરમિયાન પ્લાસ્ટિક સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. 

જે અભિયાન અંતર્ગત ઉત્તર ડાંગ વન વિભાગની કુલ ૮ રેંજમાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણનો અંતની થીમ અંતર્ગત પ્લાસ્ટિક થી થતા પ્રદૂષણ અંગે લોકોમાં જાગૃતતા લાવવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, તેમજ પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે લોકોને જાગૃત કરવા આહવાન કર્યું હતું.

આહવાની સ્કૂલમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે કુલ ૧૫૦ જેટલા છોડવાઓ રોપીને વિશ્વ પર્યાયવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી 

ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સરંક્ષક ઍમ. ઍલ મીનાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મદદનીશ વન સરક્ષક આહવા-૧ રાહુલ પટેલ તેમજ આહવા વિભાગ-૨ પી. જી ગાયકવાડ સાથે ઉત્તર ડાંગ વિભાગના આર.ઍફ. ઓ હાર્દિક ચૌધરી, આહવા પડ્ઢિમ રેંજના આર.ઍફ.ઓ વિનય પવાર, વન કર્મીઓ સર્વે ભૂપેન્દ્રભાઇ ગાવિત, ઍમ. ઍમ નિંબારે,  કે.બી. ગૌતમ,  મનોજ ગાયકવાડ  સહિતના વન કર્મીઓ, તેમજ આહવા વન સમિતિના  રમણભાઈ વિનુભાઈ, આહવાના સામાજિક કાર્યકર ઝાકીર ઝંકાર ઉપસ્થિત રહ્નાં હતાં.