ધરમપુરમાં પોકેટ ગાર્ડનનું કામ આજે પણ અધુરું જ
- byDamanganga Times
- 02 June, 2025

ગત ટર્મના પાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારોઍ નગરના સિનિયર સિટીઝનો માટે નગરમાં પોકેટ ગાર્ડન બનાવવાનું વિચાર્યું ચાર વર્ષ વિતવા આવ્યા છતાં પોકેટ ગાર્ડનનું કામ પૂર્ણ ન થતા શુ નવા ચૂંટાયેલા પાલિકાના પ્રમુખ સહિત હોદ્દેદારો દ્વારા અધુરું કામ પૂર્ણ કરાશે? ધરમપુર નગરમાં ચર્ચાનો વિષય
(દમણગંગા ટાઇમ્સ)
ધરમપુર, તા. ૦૧ ઃ ધરમપુર નગરપાલિકાના ગત ટર્મના પ્રમુખ સહિત ચૂંટાયેલા હોદ્દેદારોઍ નગરપાલિકા વિસ્તારમાં સિનિયર સિટીઝનો માટે પોકેટ ગાર્ડન બનાવવા અંગેનો વિચાર દર્શાવાતા નગરના લીમડા ચોક તરીકે જાણીતા શાકભાજી માર્કેટ પાસે, રેંજ ઓફિસની બાજુમાં તેમજ જૂના બસ ડેપો દરબાર કમ્પાઉન્ડના ગેટ પાસે પોકેટ ગાર્ડન બનાવવાનું નક્કી કરાયું હતું પોકેટ ગાર્ડન બનાવવા અંગે ટેન્ડર પ્રક્રિયાથી બીલીમોરાની મનોજ ડી બારોટ નામની ઍજન્સી દ્વારા છેલ્લા ચાર વર્ષથી શરૂ કરાયેલ પોકેટ ગાર્ડનની કામગીરીમાં માત્ર વેઠ ઉતારી હોય તેમ અત્યાર સુધી રેન્જ ઓફિસની બાજુમાં પોકેટ ગાર્ડનમા છોડવાને બદલે મસ્ મોટું ઘાસ તેમજ જંગલી છોડવાઓ દ્રશ્યમાન થઈ રહ્ના છે જ્યારે લીમડાચોક શાકભાજી માર્કેટ પાસે પોકેટ ગાર્ડનના ફરતે દોડેક ફૂટ દિવાલનું કોર્ડન કરી છેલ્લા કેટલાક સમયથી જાહેર માર્ગ પર માટીના ઢગલા જોવા મળી રહ્ના છે ધરમપુર નગરના સતત અવરજવર થતી હોય ઍવા શાકભાજી માર્કેટ વિસ્તારમાં ડુંગરની જેમ ખડકલો કરી દેવાયેલ માટીના ઢગલા નિહાળતા કોન્ટ્રાક્ટર સહિત તંત્રની બેદરકારી સામે આવી છે તે ઉપરાંત જૂના બસડેપો પાસે શરૂઆતમાં પોકેટ ગાર્ડનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે ત્યારબાદ તંત્ર દ્વારા સ્થગિત કરી દેવામાં આવતા ધરમપુર નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે લાખોના ખર્ચે સિનિયર સિટીઝનો માટે પોકેટ ગાર્ડન બનાવવા માટેનો પાલિકા તંત્રનો વિચાર સહરાનીય કહી શકાય પરંતુ ૨૦૨૨ થી શરૂ કરાયેલ પોકેટ ગાર્ડનનું કામકાજ ૨૦૨૫ સુધી પૂર્ણ ન થતા નગરમાં તરેહ તરેહ ની ચર્ચા ઊઠવા પામી છે તે ઉપરાંત લીમડા ચોક શાકભાજી માર્કેટ પાસે આજુબાજુ વિસ્તારમાં રહેણાંકોને રાત્રિ દરમિયાન પ્રકાશમય વાતાવરણ મળી રહે તે માટે વિજપોલ ઉભો કરીને ઘણો સમય વીતવા આવ્યો છતાં આજદિન સુધી વીજ પોલ પર લાઈટ લગાવવામાં ન આવતા તંત્રની બેદરકારે સામે આવી છે ધરમપુર નગરમાં થઈ રહેલ ચર્ચા અનુસાર ગત ટર્મ ચૂંટાયેલ પાલિકાની બોડીના વિકાસના કામો બાબતે નગરજનો ને સંતોષ ન રહયો હતો જોકે આ વખતે નવા ચૂંટાયેલા ભાજપના શહેર પ્રમુખ, પાલિકા પ્રમુખ, હોદ્દેદારો સહિત સભ્યો દ્વારા પાલિકાના અધૂરા કામો પૂર્ણ કરી શકાશે કે કેમ જેવા અનેક સવાલો ઉઠી રહ્ના છે
પાલિકાના ઈજનેર પરીક્ષિત લાડ ને ઉપરોક્ત પોકેટ ગાર્ડન વિશે દમણગંગા ટાઇમ્સના પ્રતિનિધિ દ્વારા પોકેટ ગાર્ડનનું કામ પૂર્ણ ન થવા પાછળ નું કારણ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી મનોજ ડી બારોટ નામની ઍજન્સીને ત્રણ વખત નોટિસ આપી છે અને જૂન મહિનાના અંત સુધી પોકેટ ગાર્ડનનું કામ પૂર્ણ થશે નું તેમના દ્વારા જણાવ્યું હતું.
ં જોકે છેલ્લા ચાર વર્ષથી પોકેટ ગાર્ડનનું અધૂરું કામ જૂન મહિનાના અંત સુધી પૂર્ણ થશે કે કેમ જે જૂન મહિનાના અંત સુધી જણાઇ આવશે નહીં તો પાલિકા તંત્ર દ્વારા છેવટે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાશે કે પછી જેસે થે જેવી સ્થિતિ સર્જાશે તે જોવું રહ્નાં?