Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

માલનપાડા આઈટીઆઈમાં વિશ્વ તમાકું નિષેદ દિવસની ઉજવણી

માલનપાડા આઈટીઆઈમાં વિશ્વ તમાકું નિષેદ દિવસની ઉજવણી

(દમણગંગા ટાઈમ્સ)

ધરમપુર, તા. ૦૧ ઃ વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી નિમિત્તે વલસાડ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વિદ્યાર્થીઓને વિશ્વ તમાકુ નિષધ દિવસની થીમ ‘‘શ્ૃઁર્ીસ્ન્ત્ત્જ્ઞ્િઁં દ્દત્ર્ફૂ ખ્ષ્ટષ્ટર્ફૂશ્રૅં ચ્હૃષ્ટંસ્ન્જ્ઞ્િઁં ત્ઁફુ્યસ્ન્દ્દશ્વક્ક ર્વ્ીણૂદ્દજ્ઞ્ણૂસ્ન્ ંઁ વ્ંર્ણુણૂણૂં ર્ીઁફુ ફજ્ઞ્ણૂંદ્દજ્ઞ્ઁફૂ ભ્શ્વંફુ્યણૂદ્દસ્ન્’’ ઍટલે કે, ‘‘ચાલો સાથે મળીને તમાકુ ઉદ્યોગોની પ્રયુક્તિને ઉજાગર કરીઍ’’ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના કાઉન્સિલર સુમિત્રા બાગુલ અને અલ્પેશ પટેલે આઈટીઆઈના વિદ્યાર્થીઓને આ થીમ અંગે સમજાવતા જણાવ્યું કે, તમાકુ ઉદ્યોગો દ્વારા કેવી રીતે સ્વાદ અંગે મીઠા જુઠાણા ફેલાવી, આકર્ષક પેકેજિંગ અને ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરી ખાસ કરીને યુવાવર્ગને આકર્ષવા માટે જે વ્યુહરચના અપનાવે છે તેને ખુલ્લી પાડવા પર આ થીમ ભાર મુકે છે. જેથી ખાસ કરીને યુવા વર્ગને તમાકુના વ્યસનથી મુક્ત કરી શકાય અને વ્યસનના માર્ગે જતા અટકાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓઍ વ્યસન અંગે પોતાના મનમાં ઉઠતા સવાલો અંગે પણ કાઉન્સિલરો સાથે મુક્ત મને ચર્ચા કરી પોતાની સમજને કેળવી હતી.