વલસાડ બસ સ્ટેશને અદ્યતન બસ વોશિંગ મશીન ખુલ્લુ મુકાયું
- byDamanganga Times
- 31 May, 2025

(દમણગંગા ટાઈમ્્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૩૦ ઃવલસાડ મધ્યસ્થ બસ સ્ટેશન ખાતેના યંત્રાલયમાં ઍસટી વાહનોની સાફ સફાઈ માટે દક્ષિણ ભારતમાંથી અધ્યતન ટેકનોલોજી- સેન્સરવાળું ચારે બાજુથી બસને ધોઈ શકાય તેવું વોશિંગ મશીન મુકાયું છે જેનો -ારંભ વિભાગીય યંત્રાલય ઇજનેર સિંધીના હસ્તે કેન્દ્ર વ્યવસ્થાપક અનિલ અટારા વિ. સાથે બુધવારે થયો હતો. આ વોશિંગ મશીન મીની બસ, ડિલક્ષ, ગુર્જર નગરી કે સ્લીપર કૉચ- દરેકના કદ પ્રમાણે સ્વયં સંચાલિત બ્રશિશની ગોઠવણ કરે છે અને તેના દ્વારા ચારે બાજુ સફાઈ કરે છે, હવે ઍસટીના છાપરે લગેજકૅરેજ નથી હોતા ઍટલે છતની પણ સફાઈ થાય છે. પાછળ પણ થાય છે પરંતુ આગળના ભાગે સ્લીપર જેવી બસમાં સાઈડ ગ્લાસ ના હાથ હોય અડધી જાતે સફાઈ કરવી પડે છે. વલસાડ ખાતે પહેલા બે ત્રણ કામદાર સાફ-સફાઈ માટે રખાતા હવે યાંત્રિક સંચાલન હોય લગભગ વીસેક વર્ષમાં દસેક મોડલ સફાઈ યંત્રના આવી ગયા છે, જે જાળવણી(બ્રશ)ના અભાવે ઘણી વખત બંધ રહ્ના છે. આ નવીન સ્વયં સંચાલિત યંત્રનો કાળજીસભર ઉપયોગ જરૂરી છે જેથી પંદરેક લાખ રૂપિયાનો ખર્ચો વ્યર્થ ના જાય.