Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

આશાનું ઍક કિરણ જરુર મળશે...

આશાનું ઍક કિરણ જરુર મળશે...

સતરંગી શમણાં

-નીતા પી. જાદવ, રાજકોટ

 આશા ઍક ઍવું અમોધ અસ્ત્ર છે, જે હારેલા લોકોને હિંમત, ભાંગી પડેલાને બેઠા થવાની તાકાત અને મરણશય્યા પર પડેલાને જીવનની ઍક ઝલક બતાવવા સક્ષમ છે. આજે ટેકનોલોજીના જમાનામાં દુનિયા આંગળીના ટેરવા પર ચાલવા લાગી છે. વિડિઓ કોલથી લોકો દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા બેઠા બીજા ખૂણે રહેતી વ્યક્તિને વર્ચુઅલી મળી શકે છે. ધારે ઍ મંગાવીને સ્વિગી અને ર્દ્યૃંદ્દં વાળાને સો વાર થૅન્ક યુ કહી મજાથી ખાઈ શકે છે. ઞ્ંંંર્ીશ્ર પર અઢળક ઍપ પર શીખવતા ગુરુને મહાન સમજી નમન કરે છે, ઈન્સ્ટાગ્રામમાં છપરી યુવક યુવતીઓને પોતાના આદર્શ કે રોલ મોડલ માનવાવાળા આ સમયમાં પોતાની બુદ્ધિ નેવે મૂકી આંધળું અનુકરણ કરતું યુવાધન દિશાહીન બની રહ્નાં છે. આજે લોકોને પરિવાર સાથે બેસીને ઍમના સુખ દુઃખ સાંભળવાનો સમય નથી, પણ અજાણ્યા ંઁશ્રજ્ઞ્ઁફૂ મિત્રો ને લોકોના બર્થડે સ્ર્ન્દ્દીદ્દ્યસ્ન્ લગાવવા ર્સ્ીફુત્ર્્ય જરૂરી દેખાય છે. માતાપિતાઍ કરેલા ઉપકાર ભલે યાદ ના હોય પણ પાડોશીઍ સાચવેલા વ્યવહાર ખૂબ યાદ રહેતા હોય છે. દીકરીઍ કરેલા ત્યાગની નોંધ ના લેવાય કે ઍણે કરેલી મહેનત ભલે ના દેખાય પણ દીકરાઍ બજાવેલી નાનકડી ફરજના લાખો ગુણગાન ગવાતા હોઈ. સાથે રહી સેવા કરતી વહુ અળખામણી લાગે ને બીજાની વહુ સુશીલ લાગે. સાચા મિત્રો કડવા લાગે ને ધુતારા વ્હાલા લાગે ઍવા આ કળીયુગમાં સત્યનો સાથ આપીને જીવતા માણસો માટે સંસાર ખરેખર ક્રૂર બની જાય છે. 

આવા માનવતાહીન સમયમાં સત્યનિષ્ઠ અને લાગણીશીલ લોકો ઘણી વાર હતાશ થઈ જાય છે. ઍક સમયે મીઠા કૂવાનું પાણી પણ સૂકાઈ જાય ને નદીઓ પણ તોફાની થઈ જાય તો માણસો પણ પોતાની સહનશક્તિ ગુમાવી બેસે ઍ સ્વાભાવિક છે. પણ આ દુનિયા સારું છે કે, ભગવાન ચલાવે છે અને ઍ પ્રેમાળ કૃપાળુ ભગવાન પોતાના ભક્તો અને સત્યની રાહે ચાલતા લોકોની હંમેશા પડખે ઊભા રહી ઍમનું જીવનનું ગાડું હંકારે છે.  

લોકો સત્યને હેરાન કરી શકે, પરંતુ હરાવી શકતાં નથી.

ભગવાન કોઈ ને કોઈ રૂપે ઍક આશાનું કિરણ પોતાના પ્રિય જીવાત્માને ઍક નવું દિશા બતાવે છે, જે ઍને ભવસાગર પાર કરવામાં મદદરૂપ થાય છે. લાખો નિરાશાના વાદળા ઘેરાયા હોય, પણ ઍમાં ઍક આશાનું કિરણ સોનેરી ભવિષ્યનો પાયો નાખે છે. આજના આ પશ્વિમી સંસ્કૃતિના કાળા વાદળા ભારતીય સંસ્કૃતિને ઘેરી રહ્ના છે. યુવાધન પોતાની કારકિર્દી અને કૌશલ્ય ઘડીને સમાજ અને દેશનું નામ રોશન કરવાને બદલે સસ્તી પ્રસિદ્ધિ પાછળ આંધળી દોટ મૂકી રહ્ના છે. લોકો સ્વતંત્રતા અને આઝાદીના નામ પર અશ્લીલ વિડિઓ, ડાર્ક કૉમેડી, શૉર્ટ ફિલ્મો, વેબ સિરીઝ, ફિલ્મો અને સાહિત્ય ઠેર ઠેર પ્રસારિત કરી નાના બાળકોનું બ્રેઇન વૉશ કરી રહ્ના છે. જેના કારણે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ગુનાખોરી વધી છે. આજની પેઢી પરિવાર અને રોજગારની જવાબદારી સમજવાને બદલે હૂક અપ ને બ્રેક અપ જેવા દૂષણોમાં રચ્યા પચ્યા રહે છે. શાસ્ત્રોકત વિધિથી બે લોકો લગ્ન સંબંધથી જોડાઈને ગૃહસ્થાશ્રમમાં પગલાં ભરતા અને આજે ૧૦ વરસના બાળકો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરી કાચી ઉંમરમાં શારીરિક સંબંધો બાંધી પવિત્ર વાસ્તુને મસ્તી બનાવી દીધી છે. હિંસક માનસિકતા વાળી ફિલ્મો અને ઈન્સ્ટાગ્રામવાળી શ્વફૂફૂશ્રસ્ન્ જોઈને લોકો ખોટા રસ્તે ચડી ગુનાઓ કરે છે અને પૈસા ખવડાવી કે લાગવગના જોરે બચી જઈ બીજા શિકાર માટે નીકળી પડે છે. 

આ પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે અને લોકો જાણવા છતાં ધૃતરાષ્ટ્ર બની મૂંગા મોઢે બધું ચલાવી રહ્નાં છે જેના પરિણામે સમાજ પ્રગતિ કરવાને બદલે અધોગતિ તરફ પ્રયાણ કરી રહ્ના છે. બીજા દેશોમાં યુવાનો માર્શલ આર્ટ, સ્કીલ ડેવલોપમેન્ટ અને શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે પ્રગતિ કરી દેશનું નામ રોશન કરી રહ્ના છે, બીજી તરફ ભારતનું યુવાધન બ્વ્વ્ ની વેબ સિરીઝ અને જ્ઞ્ઁસ્ર્ન્દ્દીર્શ્વિંના રવાળે ચડી અશ્લીલતા અને નરી નગ્નતા પાછળ પોતાના કિંમતી કલાકો વેડફી સમાજમાં દૂષિત વાતાવરણ ઊભું કરી રહ્ના છે. સરકાર અને સમાજે સહિયારા પ્રયાસો કરી આ પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવું ખૂબ જરૂરી બન્યું છે, નહિ તો આના ખૂબ ગંભીર અને ખરાબ પરિણામો ભારતીય સંસ્કૃતિને બરબાદ કરી દેશે. આજે પણ સંસ્કારી અને સત્યનિષ્ઠ લોકોમાં ઍક આશાનું કિરણ જીવિત છે, જે ભારતને આ પરિસ્થિતિમાંથી બહાર લાવીને ખરાં અર્થમાં વિશ્વગુરુ તરીકે જોવા ઈચ્છે છે. 

ઍક આશા આજે પણ અમર છે કે, ભારત ફરીથી ઍના સુવર્ણ કાળમાં આવે અને લોકોમાં વ્યભિચાર, કપટ, લાલચ કે ગુનાખોરી ના બદલે સંસ્કાર, પરોપકાર અને ઈમાનદારીના દર્શન થાય અને ઍક સભ્ય સમાજનું નિર્માણ થાય જેમાં, સ્ત્રીઓને કામવાસનાની પૂર્તિનું સાધન નહિ, પણ પૂજનીય અને સમ્માનીય સ્થાન મળે.