સંતાન ઇચ્છે છે ફક્ત સથવારો
- byDamanganga Times
- 31 May, 2025

નોખી-અનોખી
- કિંજલ પંડ્યા, પારડી
માતા પિતા અને સંતાન, આ બ્રહ્માંડનો ઍક અદ્વિતીય સંબંધ છે. આના વિશે ગ્રંથો લખાયા છે અને ભવિષ્યમાં પણ લખાતા જ રહેશે. ઍથી નવું કંઈ જ નથી.
આમ તો ઍવું કહેવાય કે માતા-પિતા ફક્ત સંતાનને જન્મ આપવા પૂરતા જ નિમિત્ત બનતા હોય છે. પછી ઍ પોતાના પ્રારબ્ધ થકી જ જીવન જીવતા હોય છે. પરંતુ આપણે ક્યારેય આવી અઘરી વાતમાં નથી પડતાં. માતા પિતાની લાગણી અને પ્રેમ સામે આ તથ્યો અને સત્યો હારી જ જવાના.
આપણે ત્યાં માતા પિતાનું કેટલું મહત્વ છે ઍ આપણે સૌ જાણીઍ જ છીઍ. સ્વયં ભગવાનને પણ પૃથ્વી ઉપર જન્મ લેવા માટે માતા પિતાની જરૂર પડે છે. બાળક જન્મે ત્યારે માતા-પિતાનો પણ નવો જન્મ થતો હોય છે. પછી જીવન ઍમની સાથે ઍમની રીતે વ્યતીત થતું હોય છે. બાળપણથી લઈને ઍના બાળકો થાય ત્યાં સુધી ઍથી વિશેષ આપણા અંત સુધી. આપણા સંતાનો આપણા માટે હંમેશા નાના જ રહેવાના. તેઓ નાના હતા ત્યારે આપણે કહીઍ ઍમ જીવતા હતા જ્યારે ઍમનો સમય આવે, ઍમને પાંખ આવી જાય પછી આપણે ઍમની રીતે જીવવાનું. આ ક્રમની પણ અનોખી મજા છે.
હમણાંના સમયમાં આપણા કરતાં બાળકો કંઈક જુદું જ ભણી રહ્ના છે અથવા તો શિક્ષણ લઈ રહ્ના છે. આપણે પણ ભણ્યા હતાં.
ઍ પણ જે તે સમયે અઘરું જ લાગતું. પરંતુ આ તો કઈ જુદું જ છે. વળી, જાણ્યે- અજાણ્યે સૌઍ બાળકને આ સમાજમાં રેસનો ઘોડો બનાવી દીધો છે કે આપણું બાળક જ શ્રેષ્ઠ. પરંતુ ઍનામાં રહેલું વ્યક્તિત્વ આપણે ઍનીરીતે નથી ખીલવા દેતા. ઍમને શું ગમે છે,ઍમને શું જોઈઍ છે. ઍમને કેવું જીવન જીવવું ઍનાં નિર્ણયો પણ મોટા-પિતા જ કરે છે. ઍમની પાસે નિર્ણય શક્તિ જ છીનવી લેવામાં આવે છે. ઍટલે જ આજીવન ઍમનામાં આત્મ-વિશ્વાસનો અભાવ રહે છે. જે મોટેભાગે ઘાતક સાબિત થતો હોય છે. જો માબાપ આ સમજી જાય તો ઍમનું બાળક જગત જીતવાની ક્ષમતા ધરાવે ઍમ હોય છે.
બાળક જ્યારે યુવાનીમાં પ્રવેશ કરે છે ત્યારે ઍને,સાચા મિત્રની,સાચા પ્રેમીની,સાચા સલાહકારની, સાચ સાથીની જરૂર પડતી હોય છે. આ સમયે ઍ આ બધું જ બહાર શોધવા મથામણ કરે છે. ઍવાં ઍનો હાથ છોડીને ઍનાં ખભે હાથ મૂકી દેવો. અને ઍને સાચું માર્ગદર્શન આપવું. ઍનું હિત-અહિત સમજાવવું. જીવન મૂલ્યો સમજાવી ઍને છૂટ આપી દેવી. પછી જુઓ ઍનું જીવન કેવું સરળ અને સુંદર બની જાય છે. આપણે આપેલી સમજાવટ ભરી છૂટ ઍમનો અને આપણો સંબંધ મજબૂત કરી દેતો હોય છે. આપણા સંતાનો જ્યારે આ યુગમાં ઍક અલગ જ મથામણ સાથે જીવી રહ્નાં છે ત્યારે, આટલું અને આવું અઘરું ભણી રહ્ના હોય ત્યારે દરેક માતા-પિતાની શું ફરજ બને? ઍ પણ આધુનિક યુગમાં. જ્યાં પૈસો મારો પરમેશ્વર છે અને પ્રેમ માટે પર્યા સમય નથી. ત્યારે આપણે આપણા સંતાનની પડખે ઉભા રહેવાનું છે. સૌથી પહેલા તો આપણને ઍમનાં ભણતરમાં સમજ ન પડતી હોય તો ઍમાં જરાય માથું ન મારવું. ઍ સમયે ઍને જરૂરી મદદ કરવી. અને સૌથી મહત્વનું ઍનામાં વિશ્વાસ મૂકવો. આ ઍમને ગમે ઍવી જંગ જીતવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. જેમ માતા પિતા માટે ઍમનું બાળક વિશ્વ હોય છે તો બાળક માટે પણ ઍના માતા પિતા ઍનું સર્વસ્વ. ઍ ભણવામાં ગમે ઍમ કરીને પ્રથમ આવી જશે પણ જે ઘરમાં ઍને સાથ સહકાર ન મળતો હોય તો ઍ જીતેલું પણ બધું જ હારી જતું હોય છે. માતા પિતાનું વર્તન જ બાળકમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માન પ્રતિષ્ઠિત કરતું હોય છે. આ સમયે જ્ઞાનની નહીં પ્રેમની જરૂર હોય છે. આપણે બસ આપણો સ્નેહ, સાથ અને સહકાર ઍમને આપવાનું. બાકીનું ઍ ખરેખર બધું જ કરી લેવા સક્ષમ છે. આપણો વિશ્વાસ ઍનામાં આત્મવિશ્વાસ વધારી જાય છે.
ઍમને સાયકલ શિખવાડતા સમયે શું કરીઍ છીઍ? શરૂઆતમાં સ્થિર રહીને પેન્ડલ મારતાં શિખવીઍ છીઍ,પછી ઍમની બીકને દૂર કરવાં ઍમની સાથે સાયકલ પકડીને ચાલીયે છીઍ. ઍનામાં થોડો આત્મવિશ્વાસ અને તમારા ઉપર વિશ્વાસ આવી જાય કે હવે મને વાંધો નહીં આવે અને મને કઈં થશે તો પાછળ મારાં પપ્પા કે મમ્મી છે જ. પછી ઍ થોડી જડપથી સાયકલ ચલાવે છે. ઍની મજા લે છે ઍની સાથે આપણે પણ દોડીઍ છીઍ અને ઍને શિખવાના ભાગ રૂપે ધીમેથી સાયકલ છોડી દઈઍ છીઍ. ઍને જ્યારે ખબર પડે કે ઍ હવે જાતે ચલાવી શકે છે ત્યારે ઍનાં આનદની વ્યાખ્યા આપણાં ગર્વમાં પરિવર્તિત પામતી હોય છે. બસ આખાયે જીવન દરમિયાન આપણે આજ કરવાનું છે. આ જીવન છે જંગ નથી કોઈ યુદ્ધ નથી કે ઍમાં હાર જીત હોય કે ઍના પરિણામની આપણા જીવન ઉપર અસર થાય. શિક્ષણ ઍ જીવનનો ઍક ભાગ છે આજે નહીં તો કાલે આ શિક્ષણના, આ યુગમાં ચાલી રહેલા યુદ્ધમાં તેઓ જીતવાના તો છે જ.
આવા કપરાં સમયમાં ઘરમાં અંદરોઅંદર થતાં યુદ્ધ ને વિરામ કરીને પોતાના બાળકોને સાથ સહકાર આપવા જેવો છે. આપણે તો ઍક માણસને જન્મ આપીઍ છીઍ તેથી ઍનામાં ગુણ અવગુણ બધું જ હોવાનું. ઍને પરફેક્ટ બનાવવા શા માટે? ઍક બાળક પોતાનાં માતા પિતા જેવા છે ઍવાં જ સ્વીકારી લે છે તો આપણે કેમ ઍમનો સંપૂર્ણ સ્વીકાર નથી કરી શકતાં? આપણે ઍમની સાથે ઍમનાં માટે જ લડીઍ છીઍ. સમાજની દેખાદેખી ઍ પોતાના સંતાનોની બલી ન ચડે ઍની કાળજી જે રાખે, ઍ જ માતા પિતા સંતાનો માટે સાચાં સંત સમાન હોય છે.