Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

સુબીરમાં પત્ની પાસેથી બાળકને છીનવી લઈ ઘરમાંથી કાઢી મુકતાં ૧૮૧ અભયમ મદદે

સુબીરમાં પત્ની પાસેથી બાળકને છીનવી લઈ ઘરમાંથી કાઢી મુકતાં ૧૮૧ અભયમ મદદે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૨૯ ઃસાપુતારા ૨૮-૦૫-૨૦૨૫ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ઍક ગામની મહિલા માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ ફરી ઍકવાર સંકટમોચન બની છે. પતિ દ્વારા ઍક મહિનાના બાળકને છીનવી લઈને ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલી પીડિત મહિલાને ૧૮૧ ટીમે મદદ કરી તેનું બાળક પરત અપાવ્યુ હતુ.

પ્રા માહિતી અનુસાર, સુબીર તાલુકાના ઍક ગામની પીડિત મહિલા આહવા ખાતેના સખી વન સ્ટોપ સેન્ટર પર પહોંચી હતી.ત્યાં તેમણે કાઉન્સિલર રેખાબેનને જણાવ્યુ કે તેમના પતિઍ તેમનું ઍક મહિનાનું બાળક લઈ લીધું છે અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, જેથી તેમને તેમનું બાળક પાછું જોઈઍ છે.રેખાબેને પીડિત મહિલાની આપવીતી સાંભળીને તરત જ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોલ કરીને જાણ કરી હતી. કોલ મળતા જ ૧૮૧ અભયમ આહવા ટીમના કાઉન્સેલર નેહા મકવાણા, જીઆરડી રમીલાબેન અને પાયલોટ મીકેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.ટીમે પીડિત મહિલાને તેમનું ઍક મહિનાનું સ્તનપાન કરતું બાળક પરત અપાવ્યુ હતું.

પીડિત મહિલાના પતિ ઘરે હાજર ન હોવાથી, ટીમે તેમની જેઠાણી અને ગામના લોકોને કાયદાકીય માહિતી આપીને સમજાવ્યુ હતુ કે પીડિત મહિલા પણ આ ઘરની સભ્ય છે અને તેમને ઘરમાંથી કાઢી શકાય નહીં. જો તેમની સાથે મારઝૂડ કરવામાં આવશે તો ઘરેલુ હિંસા કાયદા હેઠળ કાર્યવાહી થશે.પીડિત મહિલા પોતાની સાસરીમાં જ રહેવા માંગતી હોવાથી, ગામના આગેવાનો અને કારભારીની જવાબદારી હેઠળ તેમને સુરક્ષિત રીતે તેમની સાસરીમાં સોંપવામાં આવ્યા હતા.

પોતાનું બાળક પરત મળતા પીડિત મહિલાઍ ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ ઘટનામાં ફરી ઍકવાર ડાંગની ૧૮૧ મહિલા અભયમ ટીમ પીડિત મહિલાઓ માટે આશાનું કિરણ બનીને ઊભરી આવી છે.