પારડી ડી.સી.અો. સાર્વ. હાઈ.માં ૧૫ દિવસીય સમર યોગ કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 29 May, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર યોગ કેમ્પ પારડી ડી.સી.ઓ. સાર્વજનિક હાઇસ્કુલ મા તા.૧૬/૫/૨૫ થી તારીખ ૩૦ ૫ ૨૦૨૫ સુધી યોગ ૧૫ દિવસ માટે શરૂ કરવામાં આવ્યું છે ૮૦ થી વધુ બાળકો ભાગ લઈ રહ્ના છે જેમાં ૭ થી ૧૫ વર્ષના બાળકો ભાગ લીધેલ છે. ઍમાં બાળકોને ઊંચાઈ વધારવા માટેના આસનો પાચનશક્તિના અને યાદશક્તિના આસનો કરાવવામાં આવે છે સાથે સાથે મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત બાળકોને વિશેષ આસનો કરાવવામાં આવી રહ્ના છે.
આ સમર કેમ્પ માં બાળકોને અલગ અલગ ઍક્ટિવિટી પણ કરાવવામાં આવી રહી છે જેમા ડ્રોઈંગ ,ગીતો વિવિધ રમતો , વકૃત્વસ્પર્ધા , ઍક મિનિટની રમતો બાળકોને કરાવવામાં આવી રહ્ના છે ગીતાના શ્લોકો અને મંત્રો પણ શીખવવામાં આવ્યા છે
વિવિધ ક્ષેત્રમાંથી સ્પીકરોને બોલાવીને બાળકોને માહિતી આપવામાં આવી રહી છે આજરોજ ડોક્ટર સેવાનીબેન ભદ્રા ને બોલાવવામાં આવ્યા હતા તેમણે દાંતનીકાળજી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને સાથે સાથે જંક ફૂડ વિશે પણ માહિતી આપી હતી.
આ સમર યોગ કેમ્પ ને સફળ બનાવવામાં સંચાલક ની સાથે સહ સંચાલક યોગ કોચ જાગૃતીબેન દેસાઈ અને યોગ ટ્રેનરના અલ્પાબેન દેસાઈ પારડીના યોગ ટ્રેનર તમામ સહભાગી થયા હતા. જેમાં યોગ ટ્રેનર અલકાબેન પારેખ, પ્રજ્ઞાબેન ફટિંગ, માધવીબેન પરમાર, સુભાષભાઈ ફણશે, અનુરાધાબેન ગોપાલાણી, અને ભાવિકાબેન ખાટ
યોગ પરિવાર આભાર માન્યો હતો ધ પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ કે જેઓ ઍ સમર યોગ કેમ્પ માટે ડી .સી.ઓ સાર્વજનિક હાઈસ્કૂલનો હોલ ફાળવી આપ્યો હતો બ્રહ્માકુમારી ના પારુલ બેન ,મિતલ દીદી ,,મીનલ દીદી ,અને હેતલ દીદી સમર કેમ્પ માં આવી બાળકોને ખુબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું ને અને ઍક્ટિવિટી કરાવી હતી સાઉથ ઝોનના ઝોન કોર્ડીનેટર પ્રીતિબેન પાંડે અને ડીસ્ટ્રીક કોડિટર પ્રિતી વૈષ્ણવના કે જેઓ આ સમગ્ર કેમ્પમાં આવી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું